જીલ્લા - તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો
ગાંધીનગર, 2 જુલાઇ : તાજેતરમાં ગુજરાતમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ચૂક્યા છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં આગેવાની કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે.
જીલ્લા પંચાયતની ૩ સીટોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદરનો સમાવેશ થાય છે. જેમાં ૦૧ (પોરબંદર) ભાજપ અને ૦૨ (સાબરકાંઠા, મહેસાણા) કોંગ્રેસની હતી. પરંતુ મોદી મેઝિકે આ ત્રણેય બેઠકોમાંથી કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા અને ત્રણેય બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. પેટા ચૂંટણીમાં ત્રણેય સીટ પર ભાજપનો વિજય થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં લોકસભાની 2 સીટો અને વિધાનસભાની 4 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાનો ડંકો વગાડ્યો હતો. બે લોકસભાની સીટો પોરબંદર અને બનાસકાંઠા અને ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફ માટે પેટાચૂંટણી થઇ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો.
જિલ્લા પંચાયત (સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદર જિલ્લાનું પરિણામ)
જિલ્લા પંચાયતની સંખ્યા |
તાલુકા પંચાયત (વલસાડ, સુરત, તાપી, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ યોજાઇ ચૂંટણી)
તાલુકા પંચાયતની સંખ્યા | બીજેપીએ કેટલી બેઠક જીતી | કોંગ્રેસે કેટલી બેઠક જીતી | બીજેપીની પહેલા કેટલી હતી બેઠક | કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક |
19 | 12 | 7 | 4 | 15 |