નિવૃત આર્મીમેને ફાયરિંગ કરતા પોલીસે કરી ધરપકડ

Subscribe to Oneindia News

જામનગરમાં રાજસ્થાનના નિવૃત થયેલા આર્મીમેને હોટલેમાં જમવાનું મંગાવ્યુ હતું. ત્યારે હોટેલના બિલમાં રોટલીની સંખ્યા વધારે લખતા આર્મીમેન ઉશ્કેરાયા હતા પરિણામે હોટેલ માલિક તથા આર્મીમેન વચ્ચો ઉગ્ર બોલાચાલી થઈ હતી.

army man

બોલાચાલી ઉગ્ર થઇ જતા આર્મીમેને ફાયરિંગ કર્યું હતું. આર્મીમેને હવામાં બે જેટલા ફાયરિંગ કર્યા હતા અને તેને કારણે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. આર્મીમેનનું નામ ભરતસિંગ બુજજડ હોવાનું જાણવા મળ્યું છે. આર્મીમેનના જણાવ્યા મુજબ તેમણે 18 રોટલી લીધી હતી પરંતુ બિલમાં 24 રોટલી લખેલી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલિસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ટોળાને વિખેરી આર્મી મેનની ધરપકડ કરી હતી.

English summary
retired armyman arrested for firing in jamnagar
Please Wait while comments are loading...