For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIના રિટાયર્ડ ક્લાર્કે સેનાને દાનમાં આપ્યા 1 કરોડ રૂપિયા

જનાર્દન ભટ્ટે સીમા પર ભારતીય સેનાનીઓ શહીદ થયા હોવાની ખબરો જોઇ, આ ખબરની તેમના મન પર એવી અસર પડી કે તેમણે પોતાની બચત કરેલ રૂ.1 કરોડની પૂંજી સેનાને દાન કરી દીધી.

|
Google Oneindia Gujarati News

આપણા દેશના ફિલ્મ અભિનેતાઓ અને અબજોપતિઓ દ્વારા લાખો-કરોડો રૂપિયાનું દાન કરાયું હોવાના અનેક સમાચારો આવતા રહે છે, પરંતુ કોઇ સામાન્ય માણસે પોતાની કરોડોની બચત દાન કરી દીધી હોય એવો કિસ્સો પહેલી વાર સામે આવ્યો છે. ફિલ્મ અભિનેતાઓ કે અબજોપતિ વેપારી માટે અમુક લાખ કે કરોડનું દાન કરવું મોટી વાત નથી, તેમના માટે આ તેમની કમાણીનો એક ભાગ છે. જ્યારે અહીં તો એક સામાન્ય માણસે પોતાની તમામ મૂડી દાન કરી દીધી છે.

bank

1 કરોડનું દાન

84 વર્ષના જનાર્દન ભટ્ટે ભારતીય સેના ને રૂપિયા 1 કરોડ દાનમાં આપ્યા છે. જનાર્દન ભટ્ટ એક રિટાયર્ડ બેંક કર્મચારી છે અને આ તેમની આખી જિંદગીની બચત હતી, જે તેમણે નેશનલ ડિફેન્સ ફંડને દાન કરી દીધી છે. ભાવનગર માં પોતાના પત્ની સાથે રહેતાં જનાર્દન ભટ્ટ ભારતીય સ્ટેટ બેંક ના ક્લાર્કના પદેથી રિટાયર થયા છે.

શા માટે કર્યું દાન?

જનાર્દને સીમા પર શહીદ થયેલા ભારતીય સેનાનીઓ અંગેના સમાચાર વાંચ્યા હતા. આ ખબરની તેમના મન પર એવી અસર થઇ કે તેમણે પોતાની આખી જિંદગીની જમાપુંજી રૂ. 1 કરોડ નેશનલ ડિફેન્સ ફંડને દાન કરી દીધી. તેમણે અનેક ફંડમાં રોકાણ કરીને આ રકમ ભેગી કરી હતી.

પહેલા પણ કર્યું છે દાન

જનાર્દન ભટ્ટે હંમેશા જરૂરિયાતવાળા લોકોની મદદ કરી છે. તેઓ જ્યારે બેંકમાં નોકરી કરતા હતા ત્યારે પણ એક યૂનિયન લીડર માફક પોતાના સહ-કર્મચારીઓની સમસ્યાઓ ઉકેલતા. આ પહેલીવાર તેમણે આટલી મોટી રકમનું દાન નથી કર્યું. આ પહેલાં પણ તેમણે પોતાના સહ-કર્મચારીઓ સાથે મળીને કોઇ વ્યક્તિની મદદ માટે 54 લાખ રૂપિયા દાન કર્યા હતા.

{promotion-urls}

English summary
retired bank employee donates 1 crore rupees to national defence fund.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X