Aspergillosis: બ્લેક ફંગસ બાદ હવે ગુજરાતમાં એસ્પરગિલોસિસ ઈન્ફેક્શનનો ખતરો

Aspergillosis: બ્લેક ફંગસ બાદ હવે ગુજરાતમાં એસ્પરગિલોસિસ ઈન્ફેક્શનનો ખતરો

દેશભરમાં મ્યૂકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના મામલા સતત વધી રહ્યા છે. વડોદરામાં પણ બ્લેક ફંગસના 262 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. હવે શહેરમાં વધુ એક ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધી રહ્યો છે જેનું નામ છે એસ્પરગિલોસિસ. જાણકારી મુજબ આ ઇન્ફેક્શન કોરોના દર્દીઓ અથવા કોરોનાથી સાજા થઈ ચૂકેલા દર્દીઓને થઈ રહ્યું છે.

Aspergillosis

વડોદરાના SSG હોસ્પિટલમાં આ નવા ફંગલ ઇન્ફેક્સનના 8 દર્દીઓ છે, જેઓ પાછલા અઠવાડિયે દાખલ થયા છે. શહેર અને જિલ્લા પ્રશાસન માટે કોવિડ 19ના સલાહકાર ડૉ શીતલ મિસ્ત્રીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, "પલમોનરી એસ્પરગિલોસિસ સામાન્ય રીતે ઈમ્યૂનો-કૉમ્પ્રોમાઈઝ્ડ રોગીઓમાં જોવા મળે છે, પરંતુ સાઇનસનું એસ્પરગિલોસિસ દુર્લભ છે. કોવિડ 19નો ઈલાજ ચાલી રહ્યો હોય અથવા તો સાજા થઈ ગયા હોય તેવા દર્દીઓમાં આ બીમારી જોવા મળી રહી છે. જો કે એસ્પરગિલોસિસ ઈન્ફેક્શન બ્લેક ફંગસ જેટલો વિકૃત નથી, પરંતુ આ આક્રમક છે."

આ કારણે થાય છે ઈન્ફેક્શન

ડૉ શીતલ મિસ્ત્રી મુજબ દર્દીઓના ઈલાજ માટે સ્ટેરૉયડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ઑક્સીજનની આપૂર્તિને હાઈડ્રેટ કરવા માટે નૉન સ્ટરલાઈટ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે કારણે ફંગલ ઈન્ફેક્શનના આટલા મામલા સામે આવ્યા છે.

જો બ્લેક ફંગસની વાત કરીએ તો સંક્રમણ કોવિડ 19થી રિકવર થઈ રહેલા અને સ્વસ્થ થઈ ચૂકેલા લોકોમાથી અમુકમાં જોવા મળી રહ્યો છે. વ્હાઈટ અથવા યેલો ફંગસના મામલા પણ સામે આવ્યા છે. પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે રંગને લઈને ડરવાની જરૂરત નથી કેમ કે શરીરના જે કોઈપણ ભાગ પર આ અસર કરે છે, રંગ એ હિસાબે નક્કી થાય છે. હરિયાણામાં 24 મે સુધી બ્લેક ફંગસ અથવા મ્યૂકરમાઈકોસિસના 454 મામલા સામે આવી ચૂક્યા છે. જેમાંથી ગુડગાંવ જિલ્લામાં સૌથી વધુ 156 મામલા સામે આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X