For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rj કૃણાલ પર ફરી પડી આફત, ના મળી અરજી, ના મળી શક્યો માંને!

|
Google Oneindia Gujarati News

રેડિયો મિર્ચીના જાણીતી આર.જે કૃણાલ કે જે તેના "મિર્ચી મુર્ગા" કાર્યક્રમ દ્વારા ખાસ્સો લોકપ્રિય થયો તેની મુસીબતો ફરી એક વાર વધી છે. નોંધનીય છે કે આરજે કૃણાલની પત્ની ભૂમિ દેસાઇએ 22મી જાન્યુઆરી 2016ના રોજ સચિન ટાવરના 10માં માળેથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. જે બાદ આરજે કૃણાલ પર ભૂમિને આત્મહત્યા કરવા પ્રેરિત કરવા અને ધરેલી હિંસા અને શારિરીક અને માનસિક ત્રાસ આપવા જેવા આરોપો હેઠળ પકડવામાં આવ્યો હતો.

RJ કુણાલની પત્નીએ કરી આત્મહત્યા, જાણો શું હતો મામલો

એક બાજુ જ્યાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે ત્યાં હાઇકોર્ટે આરજે કૃણાલની વચગાળાની જામીન અરજી ફગાવી દઇને તેની મુશ્કેલીઓ વધારી છે. નોંધનીય છે કે કૃણાલે તેની માતાના ઓપરેશન માટે 15 દિવસની વચગાળાની જામીન અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી છે. ત્યારે આ કેસમાં અત્યારસુધી શું શું અપટેડ થઇ છે અને શું હતો આખો મુદ્દો તે વિષે વધુ વાંચો અહીં...

હાઇકોર્ટે ફગાવી અરજી

હાઇકોર્ટે ફગાવી અરજી

આર.જે.કૃણાલે તેની માતાના ઓપરેશન સમયે તેમની સાથે રહેવા માટે પંદર દિવસના વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરી હતી કે, તેની માતાની સારવાર માટે તેની પાસે બીજા કોઇ વ્યક્તિ નથી. પુત્ર તરીકે તેની માતાની સારવાર માટે તેને 15 દિવસના જામીનની જરૂરત છે.

કોર્ટે ફગાવી અરજી પણ

કોર્ટે ફગાવી અરજી પણ

હાઇકોર્ટે હાલ તો કૃણાલની અરજી ફગાવી છે પણ હાઇકોર્ટે આ કેસમાં આરોપીને નીચલી અદાલતમાં જામીન અરજી કરવાનું સૂચન કર્યું હતું.

પિતાની સારવાર

પિતાની સારવાર

નોંધનીય છે કે અગાઉ પણ કૃણાલે તેના પિતાની સારવાર માટે જામીન માગ્યા હતા. જે હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. જો કે માતાના ઓપરેશન વખતે તેની અરજી ફગાવવામાં આવી છે.

માતા-પિતા પર પણ આરોપ

માતા-પિતા પર પણ આરોપ

નોંધનીય છે કે ભૂમિ આત્મહત્યા કેસમાં કૃણાલના માતા-પિતા વિરુદ્ધ પણ આરોપો લગાવામાં આવ્યા છે. પણ તેના માતા-પિતાને કેસમાં જામીન મળી ચૂક્યા છે.

ફરાર થયો હતો કૃણાલ

ફરાર થયો હતો કૃણાલ

નોંધનીય છે કે ભૂમિની આત્યહત્યા બાદ જ્યારે ભૂમિની માતા દ્વારા કૃણાલ અને તેના પરિવાર પર આત્મહત્યા માટે પ્રેરિત કરવા, ધરેલુ હિંસા અને શારિરીક અને માનસિક ત્રાસ આપવા જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા ત્યારે કૃણાલ 57 કલાક માટે ફરાર થઇ ગયો હતો અને પછી તેણે નાટકિય રીતે આત્મસમર્પણ કર્યું હતું.

શું હતો મુદ્દો

શું હતો મુદ્દો

નોંધનીય છે કે જાણીતા આરજે કૃણાલ અને તેની પત્ની ભૂમિ દેસાઇના લગ્નને ખાલી બે જ મહિના થયા હતા તેટલામાં જ ભૂમિએ સચિન ટાવરના 10માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. જે બાદ કૃણાલો પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. ભૂમિના પરિવારે કૃણાલને ભૂમિની સ્મશાન યાત્રામાં પણ આવવા નહતો દીધો.

કૃણાલે સ્વીકાર્યું હા ઝધડા થતા હતા.

કૃણાલે સ્વીકાર્યું હા ઝધડા થતા હતા.

નોંધનીય છે કે ભૂમિની આત્મહત્યા બાદ કૃણાલે તેમની વચ્ચે થયેલા ઝધડાની વાત સ્વીકારી હતી અને કહ્યું હતું કે ક્યા પતિ પત્ની વચ્ચે ઝધડા નથી થતા. જો કે આ સમગ્ર કેસ દરમિયાન કૃણાલ એક જ રટણ કરતો જોવા મળ્યો હતો કે તે નિર્દોષ છે અને ભૂમિ આત્મહત્યા કરે તેવી છોકરી નથી. અને તે ભૂમિને પ્રેમ કરતો હતો.

ભૂમિની માતાનો આરોપ

ભૂમિની માતાનો આરોપ

જો કે ભૂમિની આત્મહત્યા બાદ તેની માતાએ જણાવ્યું હતું કે તેમની દિકરી આત્મહત્યા કરે તેવી વ્યક્તિ નથી. સાથે જ તેમણે કૃણાલ પર ભૂમિને બ્લેકમેલ કરવાનો, મારવાનો અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

વોટ્સઅપ ચેટ

વોટ્સઅપ ચેટ

વિષે વાંચો અહીં

મોબાઇલ મહત્વનો પુરાવો

મોબાઇલ મહત્વનો પુરાવો

નોંધનીય છે કે ભૂમિ આત્મહત્યા કેસમાં પોલિસ ભૂમિના મોબાઇલને એક મહત્વનો પુરાવો માની રહી છે. આત્મહત્યા વખતે પણ આ મોબાઇલ ઉપરથી પડતા તૂટી ગયો હતો જે બાદ તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો.

ભૂમિ અને કૃણાલ

ભૂમિ અને કૃણાલ

ભૂમિ અને કૃણાલના આ કેસ અંગે વધુ વાંચો આ લિંકમાં.

English summary
RJ Kunal Latest News Update high court reject his application.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X