For Quick Alerts
For Daily Alerts

ભરૂચમાં ફાયનાન્સ કંપનીની ઓફીસમાં લુંટ, સીસીટીવીમાં કેદ થઇ ઘટના
ભરૂચમાં ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં લૂંટની ઘટના બની છે. અંકલેશ્વરનગર ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ઓફીસમાં ધોળે દિવસે લુંટની ઘટના બની છે. લુંટારૂઓએ કરોડોના દાગીના લુંટ્યા હોવાનું અનુમાન છે. અંકલેશ્વર નગરની આ ઓફીસમાં ગોલ્ડ લોનનું કામ કરી આપવામાં આવતું હતુ. સીસીટીવી કેમેરામાં 3 લુંટારૂઓ ઓફીસની અંદર જતા કેદ થયા છે. આ ટોળકીએ ઓફિસના સ્ટાફને તેમણે બંદૂકની અણીએ ધમકાવી અને દાગીના લૂંટી લીધા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે. અંકલેશ્વર પોલીસે નાકાંબધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાનો પ્રયાસ શરૂ કર્યા છે. લૂંટારૂઓને ઝડપી પાડવા માટે SOG પણ મેદાને છે.

ભરૂચ : ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં લૂંટ, ઘટના CCTVમાં કેદ
આ પણ વાંચો: અમદાવાદના કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ રવાના
Comments
English summary
Robbery at finance company office in Bharuch, incident captured on CCTV