• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસારામે કહ્યું, બળાત્કાર સાબિત કરો, 5 લાખ આપીશ

By Kumar Dushyant
|

સુરત, 29 ઓગષ્ટ: બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા આસારામ બાપુએ બુધવારે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમને દાવો કર્યો છે કે જો કોઇ છોકરીને રેપ પીડિતા સાબિત કરે દે તો તે તેને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપશે. તેમને એમપણ કહ્યું છે કે છોકરીને પીડિત સાબિત કરનારનો હું ગુલામ બની જઇશ.

બુધવારે સુરતમાં જન્માષ્ટીના પ્રવચન દરમિયાન તેમને આ પડકાર ફેંક્યો હતો. તેમને પોતાની સ્પષ્ટતામાં વધુ એક નવી દલીલ રજૂ કરી હતી. સુરતમાં પોતાના પ્રવચન દરમિયાન તેમને કહ્યું હતું કે 15 ઓગષ્ટના રોજ તે જોધપુરમાં હતા, પરંતુ તે આશ્રમમાં નહી, પરંતુ એક ખેડૂતના એક ફાર્મ હાઉસમાં રોકાયા હતા.

આશારામ બાપુની પ્રવક્તા નીલમ દુબેના વિવાદિત નિવેદન મુદ્દે આસારામ બાપુએ લોકો પાસે માફી માંગી છે. નીલમ દુબેએ પોતાના નિવેદનમાં આસારામ બાપુની તુલના ગુરૂનાનક સાથે કરી હતી.

રજૂ થશે નહી તો ધરપકડ કરાશે

રજૂ થશે નહી તો ધરપકડ કરાશે

આસારામે જોધપુર પોલીસને લેખિતમાં આપ્યું છે કે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે 19 સપ્ટેમ્બર સુધી પૂછપરછ માટે હાજર થઇ શકે તેમ નથી. જોધપુર પોલીસે આસારામને 30 ઓગષ્ટ સુધીની સમયમર્યાદા આપી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આસારામને વધુ સમય આપવામાં આવશે નહી. એનો અર્થ એ છે કે આસારામ 30 તારીખના રોજ હાજર થશે નહી તો તેમની ધરપકડ ગમેત્યારે થઇ શકે છે. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે સાથે મુલાકાત કરી આ મુદ્દે જાણકારી આપી હતી.

આસારામને ફાંસી આપવી જોઇએ

આસારામને ફાંસી આપવી જોઇએ

આસારામ બાપુ વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવનાર 17 વર્ષની કિશોરીના પિતાએ ખુલાસો કર્યો છે કે આસારામ બાપુની પુત્રી પૂજાબેન શાહજહાંપુર આવી હતી તથા આ મુદ્દે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પૂજાબેને તેમને કહ્યું હતું કે કૃપા કરીને તેમના પિતાને માફ કરી દે, બધુ સામાન્ય થઇ જશે. પીડિતાના પિતાએ કહ્યું હતું કે આસારામ વિરૂદ્ધ કેસ ચાલવો જોઇએ. તેમને છોડવા જોઇએ નહી. તેમને ફાંસી આપવી જોઇએ.

નાગપુરમાં આશ્રમ પર પથ્થરમારો

નાગપુરમાં આશ્રમ પર પથ્થરમારો

બીજી તરફ નાગપુરમાં મોટરસાઇકલ પર આવેલા કેટલાક લોકોએ બુધવારે એક ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો કરીને આ લોકો નાસી છૂટ્યા હતા. એક સમાચાર ચેનલના અનુસાર ભીમસેનાના કાર્યકર્તાઓએ ફેતરી નાગપુરમાં આશ્રમ પર પથ્થરમારો કર્યો હતો.

છોકરી માનસિક રીતે બિમાર

છોકરી માનસિક રીતે બિમાર

આ દરમિયાન આસારામના પુત્ર નારાયણ સાંઇએ બુધવારે પીડિતાને માનસિક રીતે બિમારી ગણાવી હતી. નારાયણ સાંઇએ ગુજરાતના રાજકોટ સત્સંગ દરમિયાન ભક્તોને કહ્યું હતું કે મધ્યપ્રદેશના છિંદવાડામાં અભ્યાસ કરી રહેલી 12મા ધોરણની આ વિદ્યાર્થીની નહાવામાં બે-બે કલાક લગાવતી હતી. તે આટલો સમય બાથરૂમમાં નહાવવામાં પસાર કરતી હતી.

નેતાઓ પણ ઉતર્યા મેદાનમાં

નેતાઓ પણ ઉતર્યા મેદાનમાં

વીએચપી નેતા પ્રવિણ તોગડિયા તથા ભાજપના નેતા મુખ્યાર અબ્બાસ નકવી આસારામના બચાવમાં ઉતરી આવ્યા છે જેડીયૂ પ્રમુખ શરદ યાદવ તથા માકપા નેતા વૃંદા કરાતે આસારામને જેલ પાછળ ધકેલી દેવાની માંગણી કરી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આસારામનો બચાવ કરવા માટે ભાજપની ઝાટકણી કાઢી હતી.

દેશમાં વધતો જતો ગુસ્સો

દેશમાં વધતો જતો ગુસ્સો

લુધિયાણામાં પણ શિરોમણિ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આસારામ વિરૂદ્ધ મોરચો ખોલતાં તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગુરૂનાનક દેવ સાથે આસારામની તુલના કરવામાં આવતાં સિખ સમુદાયમાં ભારે ગુસ્સો છે. નોઇડામાં પણ આસારામની પ્રવક્તાના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જમ્મૂમાં પણ સિખ સમુદાયના લોકોએ આસારામના વિરોધમાં પોસ્ટર સળગાવ્યા હતા.

English summary
Asaram Bapu Wednesday announced he will give Rs 5 lakh to anyone who can prove the allegations against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X