For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત જેઠવા કેસમાં સુપ્રીમ કોર્ટે દિનુ બોઘાના જામીન રદ્દ કર્યા

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ધારાસભ્ય દિનુ સોલંકીના જામીન સુપ્રિમ કોર્ટે રદ્દ કર્યા. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ભાજપ સાંસદ દિનુ બોઘા સોલંકીના જમીન રદ્દ કર્યા છે. અને સાથે જ કોર્ટે દિનુ બોઘા સોલંકીને 48 કલાકમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા હાઇકોર્ટ સામે જ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. જેમાં ભાજપના સાંસદ દિનુ સોલંકી સમેત 5 આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં હાઇકોર્ટે દીનુ બોઘા સોલંકીના પહેલા જામીન આપ્યા હતા. અને તે પછીથી તે જામીન પર જ છે. ત્યારે હાલ આ કેસમાં સુપ્રીમ કોર્ટે નવો ચુકાદો આપ્યો છે. જેણે દિનુ સોલંકીની મુશ્કેલીઓ વધારી છે.

amit jethwa and dinu

ઉલ્લેખનીય છે કે અમિત જેઠવા એક પર્યાવરણવાદી અને સમાજ સેવક હતા. તેમણે આરટીઆઇ દ્વારા જૂનાગઢના ગીર જંગલોમાં જમીન માફિયાઓ દ્વારા ગેરકાનૂની રીતે ખાણકામ કરવ માટે કોર્ટમાં અનેક કેસ દાખલ કર્યા હતા. અને હાઇકોર્ટ સમક્ષ જ 20 જુલાઇ 2010માં તેમની કારમી હત્યા કરવામાં આવી હતી. પાછળથી આ કેસમાં ભાજપના ધારાસભ્યનું પણ નામ બહાર આવતા ભાજપને તેની શાન બચાવવી પડી હતી. ત્યારે આ કેસમાં હાઇકોર્ટે દિનુ સોલંકીને જામીન આપ્યા હતા. પણ ગુજરાતના આ ચકચાર મચાવનાર કેસમાં હવે કોર્ટે તેમના જામીન રદ્દ કરીને દિનુ સોલંકીને 48 કલાકમાં આત્મસમર્પણ કરવાનું જણાવ્યું છે. ત્યારે ગુજરાતની ચૂંટણી વચ્ચે કોર્ટનો આ ચુકાદો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

English summary
RTI activist Amit Jethwa murder case: BJP Dinu Solanki Bail cancelled by SC. Read here more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X