
ઑફલાઈન પરીક્ષા આપવા દબાણ કરી રૂપાણી સરકાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવા અડગઃ જીજ્ઞેશ મેવાણી
સમગ્ર ગુજરાતમાં દરરોજ પાંચ હજારથી વધુ કોરોનાવાયરસના કેસ સામે આવી રહ્યા છે અને મોટાભાગની સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. ક્યાંક બેડની કમી, ક્યાંક વેંટીલેટરની કમી તો ક્યાંક શબવાહિનીની ખપત ઉભી થઈ છે. આવી ડરામણી પરિસ્થિતિમાં પણ રૂપાણી સરકાર જીદ પર ઉતરી છે અને વિદ્યાર્થીઓને ઑફલાઈન પરીક્ષા સિવાય બીજા એકેય વિકલ્પ પર વિચાર કરવા તૈયાર નથી થતી.
જણાવી દઈએ કે ધોરણ 10ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાનાર હતી જો કે કોરોનાના કહેરને કારણે હવે પરીક્ષા રિશિડ્યૂઅલ કરી 10 મેના રોજ યોજવાનું નક્કી કર્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ ઑફલાઈન એટલે કે પરીક્ષા કેન્દ્રો પર જઈને પરીક્ષા આપવી જોઈએ. વિકાસની વાતો કરતી સરકાર શું વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરનું જોખમ ટાળી ઑનલાઈન પરીક્ષાના વિકલ્પ પર વિચાર ના કરી શકે? શું આપણું શિક્ષણ વિભાગ ઓનલાઈન પરીક્ષા લેવા માટે હજી પણ તૈયાર નથી? કે પછી આપણે હજી ટેક્નોલોજીના મામલે 19મા જમાનામાં જ જીવીએ છીએ?
નોંધનીય છે કે હાલમાં CBSE BOARD EXAM પર રદ્દ કરી દેવામાં આવી. બુધવારે પીએમ નરેન્દ્ર મોદીએ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે રૂપાણી સરકારે હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

આ મામલે વડનગરથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ રાજ્ય સરકારને વખોડી કાઢી. જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, "CBSE બોર્ડે પણ ધોરણ 10 અને 12ની ઑફલાઈન પરીક્ષા સ્થગિત અને રદ્દ કરી છે પરંતુ ગુજરાત સરકાર હજી પણ ઑફલાઈન પરીક્ષા આપવા માટે દબાણ કરીને વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના જીવ જોખમમાં મૂકવા માટે અડગ છે."
રેમડેસિવિર માટે લાંગી લાઈનો લાગી, સુરત માટે 4000 ઈંજેક્શન આવ્યાં