દેશની પહેલી સી-પ્લેન સેવાઃ પીએમ મોદીના ઉદઘાટન પહેલા જાણો ભાડુ, ટાઈમિંગ
અમદાવાદઃ દેશની પહેલી સી-પ્લેન સેવાનુ ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. મોદી ખુદ સાબરમતી રિવરફ્રંટથી કેવડિયા કોલોની સુધી 31 ઓક્ટોબરના રોજ સી-પ્લેનમાં સફર કરી શકે છે. સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલી આ રીતની સુવિધા માટે ખાસ વિમાન માલદીવથી મંગાવ્યા છે. રસપ્રદ એ છે કે વિમાન લગભગ 50 વર્ષ જૂના છે. સી-પ્લેન સર્વિસને ઑપરેટ કરનાર એરલાઈન સ્પાઈસ જેટના પ્રવકતાએ દાવો કર્યો છે કે હજુ પણ આ સી-પ્લેન સૌથી સુરક્ષિત એરક્રાફ્ટમાંના એક છે.

ઘણા દેશોમાં સર્વિસ આપી ચૂક્યુ છે આ સી-પ્લેન
રજિસ્ટ્રેશન નંબર 8Q-ISCવાળુ આ સી-પ્લેન કેનાડા, તુર્કી, માલદીવમાં સેવાઓ આપી ચૂક્યુ છે અને હવે ગુજરાતમાં સેવા આપશે. માહિતી મુજબ સી-પ્લેન સર્વિસ સ્પાઈસ જેટની સહાયક કંપની સ્પાઈસ શટલ દ્વારા સંચાલિત કરવામાં આવશે. સ્પાઈસ શટલના માધ્યમથી ઉડાન માટે 15 સીટર ટ્વિન-300 વિમાનો ઉપયોગ કરવામાં આવી શકાશે. સેવામો લાભ લેવા ઈચ્છુક લોકો 30 ઓક્ટોબર, 2020થી ઑનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. સ્પાઈસજેટ આંતરિક જળમાર્ગ કે નદીઓથી હવાઈ સંપર્કનુ પરીક્ષણ કરનાર પહેલી ભારતીય એરલાઈન છે જેણે 2017થી ભારતમાં ઘણા પરીક્ષણ કર્યા છે.

કેટલુ ભાડુ ચૂકવવુ પડશે લોકોને?
ટિકિટ વિશે સ્પાઈસ જેટ તરફથી કહેવામાં આવ્યુ છે કે સરકારની ઉડાન યોજના હેઠળ બધી સમાવેશી વન-વે ટિકિટ 1500 રૂપિયાથી શરૂ થશે. જો કે આ પહેલા એ જણાવવામાં આવી રહ્યુ હતુ કે એક તરફી ભાડુ જ 4800 રૂપિયા હશે. પોતાની શરૂઆત સાથે જ સી-પ્લેન કેવડિયા(નર્મદા જિલ્લા)થી સાબરમતી રિવરફ્રંટ-અમદાવાદ વચ્ચે 136 કિમીનુ અંતર 45 મિનિટમાં નક્કી કરશે. સ્પાઈસ જેટનુ સ્ટેટમેન્ટ છે કે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદથી કેવડિયા માર્ગો પર દૈનક ઉડાનોનુ સંચાલન કરવામાં આવશે.

શું રહેશે સી-પ્લેનની સેવાની ટાઈમિંગ?
સી-પ્લેન સર્વિસનુ ઉદઘાટન તો 31 ઓક્ટોબરે થશે. પરંતુ પહેલી સી-પ્લેન સર્વિસ 1 નવેમ્બરે શરૂ થઈ શકે છે. સી-પ્લેનની હવાઈ ટ્રીપ રોજ સવારે 8 વાગે અમદાવાદથી શરૂ થશે. રોજ સી-પ્લેન નિર્ધારિત રૂટ પર 8 ટ્રીપ પૂરી કરશે. આની કેપેસિટી 19 પેસેન્જરની છે. જો કે હજુ કહેવામાં આવી રહ્યુ છે કે એક વારમાં 12 યાત્રી બેસાડવામાં આવશે. સ્પાઈસ જેટ અનુસાર આ એરક્રાફ્ટની સર્વિસ નિયમિત રીતે થઈ છે અને હજુ પણ સારી કન્ડીશનમાં છે.
આતંકી હુમલામાં 3 ભાજપ નેતાઓની હત્યાની પીએમ મોદીએ નિંદા કરી