નર્મદાનું પાણી ઘટતા સાબરમતીના જળ સ્તરમાં પણ ઘટાડો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

નર્મદા ડેમમાંથી છોડાતા નીર ઘટતા અમદાવાદની સાબરમતી નદીમાં પણ જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે. સાબરમતી નદીમાં નર્મદા નદીની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે. ત્યારે નર્મદાનું પાણી 400 ક્ચૂસેક ઘટાડીને ફક્ત 100 ક્યૂસેક કરવામાં આવી છે તેને પરિણામે સાબરમતી નદીમાં જળ સ્તર ઘટ્યું અને વાસણા બેરેજ ખાતે નદીના પાણીની સપાટી 132. 50 ફૂટ થઈ છે. અને કરાઈ ખાતેના સાયફન માંથી પાણીની નજીવી આવક. વાસણા બેરેજ ખાતે નદીની સપાટી 132.50 ફૂટ પર સ્થિર ફતેવાડી કેનાલમાં 400 ક્યુસેક પાણી અપાઈ રાહ્યુ છે.
ઉલ્લેખનીય છેકે નર્મદા નદીમાંથી 15 માર્ચના રોજ ખેડૂતોને પણ ખેતીનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યુ છે.

sabarmati

ખેડૂતોન ફક્ત પીવા માટે નર્મદાનું પાણી અપાશે. જોકે આ મુદ્દે ખેડૂતો આંદોલન કરી લેવાના મૂડમાં છે. ત્યારે હાલમાં નર્મદા નર્મદા બંધ ની જળ સપાટી 105.50 મીટર છે અને નદીમાં પાણીની આવક 2493 ક્યુસેક છે તથા આઇબીપીટીમાંથી 7597 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેમાં 6792 ક્યુસેક પાણી કેનાલમાં પીવા માટે તથા 623 ક્યુસેક પાણી ગોડબોલે ગેટમાંથી નદીમાં છોડાય છે.

મધ્યપ્રદેશના પારવરહાઉસ કાર્યરત થવાથી 2493 ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે જે ગુજરાત માટે સારા સમાચાર ગણી શકાય. દરમિયાનઆજે નર્મદા જિલ્લામાંમાં ખેડૂતો પાણી મુદ્દે આંદોલન કરનાર છે .અને આજથી મુખ્યકેનાલને જોડતી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવાનુ બંધ થતાં ઇરીગેશન બાય પાસ ટનલમાંથી પાણીનો ફ્લો જે 10 હજાર ક્યુસેક જેટલો હતો જે ઘટાડીને 7597 ક્યુસેક થયો છે ત્યારે ખેડ઼ૂતો હવે ઉનાળા દરમયાન ખેતી માટે પાણી ક્યાથી લાવશે તે પાણપ્રશ્ન બની રહ્યો છે.

તો આતરફ અમદાવાદમાં તો છેલ્લા કેટલાય વર્ષોથી સાંજે મોટા ભાગના વિસ્તારોમાં પાણીકાપ જેવી પરિસ્થિતિ જ પ્રવર્તી રહી છે. ત્યારે હવે નર્મદાનું પાણી ઓછુ થશે તો ઉનાળામાં પાણી માટે કેવી વ્યવસ્થા કરવી તે અંગે નાગરિકો પણ વિમાસણમાં મૂકાયા છે. તો વળી દરવર્શે જ્યારે નદીમાં પાણ ઘટે ત્યારે લીલ અને ગંદકીના કારણે ફેલાતા દુર્ગંધથી નદી તટે અને આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે અને કરોડો રૂપિયાન ખર્ચે બનાવેલા રિવર ફ્ન્ટ પર પણ દુર્ગંધના લીધે કોઈ ટહેલવા આવી શકતું નથી. આ પરિસ્થિતિમાં હવે આકરા ઉનાળા દરમિયાન નદીને વહેતી રાખવા તંત્ર શું ઉપાય કરે છે તે જોવું રહ્યું.

English summary
Sabarmati water level also decreased due to Narmada water crisis. Read more news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.