For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: ગોલ્ફના મેદાન પર સચિને ફટકારી સિક્સર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sachin
અમદાવાદ, 2 ફેબ્રુઆરી: ક્રિકેટના મેદાન પર પોતાની પ્રતિભા અને હુન્નર વડે તેમના ચાહકોનું દિલ જીતનાર મહાન ભારતીય બેસ્ટમેન સચિન તેન્ડુલકર જ્યારે દુનિયાના દિગ્ગજ ગોલ્ફરોની હાજરી શુક્રવારે કેંસવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ પહોંચ્યા તો ખેલાડીઓ, આયોજકો અને પ્રશંસકોએ દિલ ખોલીને આ મહાન ક્રિકેટરનું સ્વાગત કર્યું હતું. સચિન તેન્ડુલકરે ગોલ્ફ સ્ટિક પકડીને પોતાનો હાથ અજમાયો તો તેમના શોટ ખરેખર વખાણવા લાયક હતા. તેમની આસપાસ હાજર લોકો આ દુલર્ભ નજારાને જોતાં જ રહી ગયા હતા.

સચિન તેન્ડુલકરે શિવ કપૂર, ગગનજીત ભુલ્લર, રિચી બીમ, રાહિલ ગંગજી અને રાઇસ ડેવિસ જેવા આંતરરાષ્ટ્રીય ગોલ્ફરોની હાજરીમાં ડ્રાઇવિંગ અને પુટીંગ કરી હતી. આ બધા ગોલ્ફરો અહીં ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. કેંસવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં એક વિલાના માલિક સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે હું પહેલાં પણ ગોલ્ફ કોર્સને જોઇ ચુક્યો છું, પરંતુ કોઇ ટૂર્નામેન્ટ દરમિયાન ગોલ્ફ કોર્સની મુલાકાત એક નવો અનુભવ છે. મને ખૂબ જ મજા આવી ગઇ છે. સચિન તેન્ડુલકરે ડ્રાઇવિંગ રેન્જ પર લગભગ 25થી 30 બોલને હિટ કર્યા હતા અને એકપણ વાર તેમને શોટ મિસ કર્યો ન હતો.

ત્યારબાદ આ દિગ્ગજ બેસ્ટમેને શિવ કપૂર અને ગગનજીત ભુલ્લરની સાથે ટીમ બનાવીને પુટીંગ ચેલેન્જમાં રિચી બીમ, રાહિલ ગંગજી અને રાઇસ ડેવિસની ટીમ સાથે મુકાબલો કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તમે ગોલ્ફને ગંભીરતા પૂર્વક લેશો તો તેના જવાબમાં સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે મને રેકેટથી રમનારી રમતો પસંદ છે. હું ગોલ્ફ રમવા માટે યોગ્ય નથી. હાલમાં ક્રિકેટ પર મારું ધ્યાન કેન્દ્રિત છે. ભવિષ્યમાં કદાચ ગોલ્ફ રમવાનું આવડી જાય. સચિન તેન્ડુલકર ઉપરાંત મુંબઇના પૂર્વ ક્રિકેટર રાહુલ સાંઘવીએ ગોલ્ફમાં હાથ અજમાયો હતો. કેંસવિલે ગોલ્ફ લિવિંગે સચિન તેન્ડુલકરની ચેરિટેબલ સંસ્થાને એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.

સચિન તેન્ડુલકરને અમદાવાદ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. અને તેમજ અહીં મારા ઘણા મિત્રો પણ રહે છે. અમદાવાદ હંમેશા મારા હદયની નજીક રહેશે.

English summary
It was one of the rare sights on Friday at Kensville Golf and Country Club in Ahmedabad. Sachin Tendulkar was not wielding his favourite cricket bat but a golf club.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X