For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના એક ગામે કર્યો મંદિર અને મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવાનો ઠરાવ

|
Google Oneindia Gujarati News

ભરૂચ, 8 સપ્ટેમ્બર : ભારતમાં વર્તમાન સમયમાં 'લવ જેહાદ'ના મુદ્દે કોમી એખલાસનું વાતાવરણ ડહોળાવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાતના એક ગામે બિનસાંપ્રદાયિકતાનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. આ ગામે કોમી એખલાસને જાળવી રાખવા વિવાદનું મૂળ કેવી રીતે દૂર કરી શકાય દિશામાં આવકારદાયક પગલું ભર્યું છે. આ ગામની પંચાયતમાં ઠરાવ પસાર કરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ગામના દરેક મંદિર અને દરેક મસ્જિદમાંથી લાઉડસ્પીકર દૂર કરી દેવામાં આવશે.

ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામના લોકોના અડગ નિર્ણયથી ગામમાં કોમી એખલાસ અને ભાઇચારાની ભાવના વધુ દ્રઢ બની છે.

સલાદરા ગામમાં મંદિર અને મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને કારણે કોમીલાગણીઓને વારંવાર ઠેસ પહોંચતી હતી. મસ્જિદમાંથી લાઉડસ્પીકર ઉપર નમાઝ તથા મંદિરમાં આરતી બાબતે બે કોમ વચ્ચે મનદુખ ઉભું થતું હતું. આ કારણે બંને કોમના અગ્રણીઓએ સાથે મળીને આ મુદ્દે નિરાકરણ લાવવા અંગે વિચારવાનું શરૂ કર્યું હતું. તેમાંથી જ ઉકેલ મળ્યો કે મંદિર અને મસ્જિદ એમ બંને ધાર્મિક સ્થળો ઉપરથી લાઉડસ્પીકર દૂર કરવા જોઇએ.

શું તકલીફ થતી હતી?

શું તકલીફ થતી હતી?


સલાદરા ગામમાં બ્રિટીશ શાસન સમયે નિર્માણ પામેલા મહાદેવ મંદિર અને રામજી મંદિર પરિસરથી નજીકના અંતરે મસ્જિદનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. અહીં ગામના મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી કરે છે. છેલ્લા ઘણા સમયથી બંદગી અને પ્રાર્થના સમયે લાઉડસ્પીકર વગાડવાના કારણે બંને કોમના લોકો વચ્ચે મનદુખ ઉભું થયું હતું.

મનદુ:ખ દૂર કરવાની પહેલ

મનદુ:ખ દૂર કરવાની પહેલ


ગામના વડીલોએ બંને કોમના આગેવાનોને પોલીસની હાજરીમાંજ સમસ્યા ઉકેલ બેઠક યોજવાની સલાહ આપી હતી. જેના પગલે પોલીસની હાજરીમાં ગામના બંને કોમના આગેવાનોની બેઠક મળી હતી . જેમાં ગામના લોકોએ મંદિર તથા મસ્જિદ એમ બંને ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

સૂચન બધાને ગળે ઉતર્યું

સૂચન બધાને ગળે ઉતર્યું


મંદિર અને મસ્જિદ બંને સ્થળોએથી લાઉડસ્પીકર હટાવી લેવાના સૂચનને તમામ લોકોએ આવકાર્યો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે પંચાયતમાં આ બાબતે ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. હવે ગામમાં પરવાનગી સિવાય લાઉડસ્પીકર નહિ વગાડવાનો ઠરાવ પણ ગ્રામપંચાયતના સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યો છે.

લાઉડસ્પીકરને ક્યારે મંજુરી?

લાઉડસ્પીકરને ક્યારે મંજુરી?


પંચાયતમાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર સલાદરા ગામમાં કોઇ પણ કોમના ધાર્મિક કે શુભ પ્રસંગે લાઉડસ્પીકર વગાડવાની જરૂરિયાત ઉભી થાય તો સંલગ્ન વહીવટી અધિકારીની મંજૂરી સાથેનો પત્ર પંચાયતમાં રજૂ કરવાનો રહેશે અને મંજુરીની નકલ ગ્રામ પંચાયત કચેરીના નોટિસ બોર્ડ પર લગાડાશે.

English summary
Saladara village of gujarat decided to remove loudspeakers from Temple and Mosque.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X