For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર પર સેમ પિત્રોડાએ આપ્યું મોટું નિવેદન

રામ મંદિર મામલે સેમ પિત્રોડાએ આપ્યું કહ્યું કે ભારતના લોકોએ રામ મંદિર અને તેના ઇતિહાસના મુદ્દાથી આગળ વધવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે હાલ સેમ પિત્રોડા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર પર મામલે જાણીતા સેમ પિત્રોડાએ મોટું નિવેદન આપ્યું છે. પિત્રોડાએ કહ્યું કે રામ મંદિરના ઇતિહાસના મુદ્દાઓથી હવે આપણે આગળ વધવું જોઇએ. તેમણે કહ્યું કે જ્યારે પણ હું ભારતમાં ચાલી રહેલી ચર્ચાઓ વિષે દેખું છું તો રામ મંદિર અને તેના ઇતિહાસને લઇને ચર્ચાઓ થતી રહે છે. આપણને અતિથમાં અટવાઇને રહેવું ગમે છે. પણ હવે સમયની માંગ મુજબ આપણે આ મુદ્દાઓથી આગળ વધવું જોઇએ. સાથે જ તેમણે રાષ્ટ્રીય નવપ્રવર્તન પરિષદને બંધ કરવાના નિર્ણયની પણ આલોચના કરી છે. તેમણે કહ્યું કે હું ભારત સરકારના ઇનોવેશન પરિષદને બંધ કરવાના નિર્ણયથી હું નિરાશ છું. ઉલ્લેખનીય છે કે સૈમ પિત્રોડા હાલ ગુજરાતમાં છે. તે અહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંડળમાં ઇનોવેશન પર ભાષણ આપવા આવ્યા હતા.

Sam Pitroda

તેમણે કહ્યું કે નવપ્રવર્તનને મનમોહન સિંહ સરકારે શરૂ કર્યું હતું જે રોજગાર ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે જેને હાલની સરકારે બંધ કરી દીધું. સાથે જ આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે તમામ ક્ષેત્રમાં ઇનોવેશનની ખૂબ જ જરૂર છે. ભલે તે સરકાર હોય કે ન્યાયાલય કે પછી શિક્ષા અને સ્વાસ્થય. પણ દુખની વાતતો એ છે કે ભારતના લોકો આગળનું વિચારવાના બદલે ભૂતકાળની ચર્ચાઓમાંથી જ બહાર નથી આવતા. ઉલ્લેખનીય છે કે સેમ પિત્રોડાને ભારતમાં સૂચના ક્રાંતિના જનક માનવામાં આવે છે. અને તે યુપીએ સરકાર સમયે ભારતીય જ્ઞાન આયોગના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમણે 1984માં રાજીવ ગાંધીની સરકારમાં સેન્ટર ફોર ડેવલેપમેન્ટ ઓફ ટેલિમેટ્રિક્સની સ્થાપના કરી હતી.

English summary
Sam Pitroda says we need to move forward from ram temple and history. He says we need innovation and for this we need to move forward.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X