સાણંદમાં પોલીસ અને ખેડૂતો આવ્યા આમને સામને, થયો પથ્થરમારો

Posted By:
Subscribe to Oneindia News

સાણંદ ખાતે પાણી ન મળવા મામલે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જે બાદ ખેડૂતોએ પણ પથ્થરમારો અને વિરોધ કરતા મામલો બચક્યો હતો. જે માટે કરીને પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ટોળાને વિખરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે આ પથ્થરમારામાં એસપી રાજેન્દ્ર અંસારી સમેત ત્રણ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે.

sanand

તો બીજી તરફ પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસ બાદ 45 વધુ ખેડૂતોની અટક કરી છે. નોંધનીય છે કે ગુજરાતના ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત નથી મળી રહી, વારંવાર નહેરો તૂટી જતા તેમના ઊભા પાક પર પાણી ફરી વળે છે. તો ક્યાં નહેરો તૂટી જવાથી યોગ્ય સમયે પાણી મળતું નથી. ગુજરાતમાં હવે ખેડૂતોથી લઇને તમામ સરકાર સામે પોતાની માંગને લઇને એક જૂથ થયા છે. ત્યારે ખેડૂતો પર પોલીસના લાઠીચાર્જ થવાથી આવનારા સમયમાં વિવાદ વધવાની પૂર્ણ સંભાવના છે.

English summary
Sanand : Police dropped tear gas on farmers who are protesting for water. Read here more.
Please Wait while comments are loading...