For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય જોશીની 'ઘર વાપસી', RSSની શિબિરોમાં લેશે ભાગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 જાન્યુઆરી: ભાજપના પૂર્વ નેતા સંજય જોશી શનિવારે આરએસએસ કેમ્પમાં ભાગ લેશે. તેઓ 4 જાન્યુઆરી સુધી ગુજરાતમાં જ રહેશે. આપને જણાવી દઇએ કે સંજય જોશી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. શુક્રવારથી અમદાવાદમાં આરએસએસના કેમ્પનું આયોજન થઇ રહ્યું છે.

નોંધનીય બાબત એ છે કે મોદી સાથે વિવાદ બાદ સંજય જોશી પહેલીવાર આરએસએસની શિબિરમાં ભાગ લેશે.

1998માં કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભાજપની આ જીતનો શ્રેય ગયો સંજય જોશીને. તેમના સંગઠન કૌશલ્યના વખાણ થયા. તેની સાથે જ સંજય જોશી અને નરેન્દ્ર મોદીના સંબંધોની વચ્ચે ખટાસ વધી ગઇ.

rss
શું છે મોદી અને જોશીના સંબંધોની વાસ્તવિકતા
ક્યારેક ભાજપમાં ભવિષ્યના નેતા કહેવાતા સંજય જોશીને સીડી વિવાદના કારણે પાર્ટીમાંથી રાજીનામુ આપવું પડ્યું. જ્યારે નિતિન ગડગરી ભાજપના અધ્યક્ષ બન્યા જ્યારે 6 વર્ષ બાદ સંજય જોશીની એક વાર ફરી પાર્ટીમાં વાપસી થઇ. તેમને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા. પરંતુ મોદીને તે પણ ગમ્યું નહીં.

2012માં મુંબઇમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. મોદીએ સાર્વજનિક રીતે નારાજગી વ્યક્ત ના કરી પરંતુ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો. મોદી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સંજય જોશીની હાજરીથી નારાજ હતા. અંતમાં પાર્ટીએ મોદીની આગળ નમવું પડ્યું. દબાણમાં સંજય જોશીએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી રાજીનામુ આપી દીધું.

English summary
Sanjay Joshi back in RSS, will attend RSS meeting in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X