For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણમાં ઉપસ્થિત સરદાર પટેલનો પરિવાર, સંબંધીઓ

ગુજરાતના કેવડિયામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું અનાવરણ કર્યુ. આ પ્રસંગે સરદાર પટેલના પરિવારના લોકો અને તેમના સંબંધીઓ પણ હાજર રહયા હતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કેવડિયામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું અનાવરણ કર્યુ. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા 182 મીટર ઉંચી છે. આ પ્રસંગે સરદાર પટેલના પરિવારના લોકો અને તેમના સંબંધીઓ પણ હાજર રહયા હતા. તેમણે આ પ્રસંગે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સામે ફોટા પડાવ્યા. જો કે આ અંગે પહેલા સમાચાર આવી રહ્યા હતા કે મૂર્તિના અનાવરણ પ્રસંગે સરદારના પરિવાર કે તેમના નજીકના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યુ નથી. પરંતુ આજે તે બધા લોકો એક સાથે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહ્યા.

આ પણ વાંચોઃ ખૂની મહિલા સાથે મેડ બનીને રહી ભારતની પ્રથમ મહિલા જાસૂસ, જાણો કેસની કહાનીઆ પણ વાંચોઃ ખૂની મહિલા સાથે મેડ બનીને રહી ભારતની પ્રથમ મહિલા જાસૂસ, જાણો કેસની કહાની

પૌત્ર અને તેમના પત્ની સમારંભનો હિસ્સો ન બની શક્યા

પૌત્ર અને તેમના પત્ની સમારંભનો હિસ્સો ન બની શક્યા

જો કે સરદાર પટેલના પરિવારમાં તેમના એકમાત્ર જીવિત પૌત્ર ગૌતમ પટેલ અને તેમની પત્ની આ સમારંભનો હિસ્સો ન બની શક્યા કારણકે તે લોકો યુએસમાં રહે છે અને કહેવાય છે કે તેમનું ગુજરાતમાં આવવાનું બહુ ઓછુ બને છે. ગૌતમ પટેલ અને તેમની પત્ની નંદિની વડોદરા અને સંયુક્ત રાજ્ય અમેરિકા રહે છે. સરદાર પટેલના પરિવારમાં પત્ની ઝવેરબા, પુત્ર ડાહ્યાભાઈ અને પુત્રી મણિબેન હતા. 1993માં મૃત્યુ થવા સુધી મણિબેન અપરિણીત રહ્યા. ડાહ્યાભાઈના બે પુત્રો મોટા બિપીન અને ગૌતમ. બિપીનના કોઈ સંતાન નહોતા અને તેમનું મૃત્યુ જાન્યુઆરી, 2004 માં થયુ હતુ.

પરિવારના બધા લોકો માટે વીઆઈપી પાસની વ્યવસ્થા

પરિવારના બધા લોકો માટે વીઆઈપી પાસની વ્યવસ્થા

સરદાર પટેલના પરિવારમાં હવે 78 વર્ષના ગૌતમ જ છે જેમના પુત્ર કેદાર યુએસમાં વસી ચૂક્યા છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના અનાવરણમાં તેમના પરિવારના લોકોની ઉપસ્થિતિ માટે સીએમ ઓફિસ સતત તેમના સંપર્કમાં રહ્યુ. સરદાર પટેલના પરિવાર સાથે સંબંધ રાખનારા બધા લોકો માટે વીઆઈપી પાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભૂપેન્દ્ર અને તેમના પરિવારના લગભગ 30 સભ્યો આ સમારંભમાં શામેલ થયા.

માત્ર એક સમારંભમાં શામેલ

માત્ર એક સમારંભમાં શામેલ

કહેવાય છે કે ગૌતમ પટેલ અને તેમની પત્ની નંદિની માત્ર એક સમારંભમાં શામેલ થયા જ્યારે 12 જુલાઈ, 1991 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં તત્કાલિન રાષ્ટ્રપતિ આર વેંકટરામને સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન પ્રદાન કર્યો હતો. સરદાર પટેલના પરિવારના 90 વર્ષીય ધીરુભાઈ પટેલ (સરદાર પટેલના બીજા ભત્રીજા પુરુષોત્તમ પટેલના પુત્ર) જણાવે છે, ‘એ વખતે રાષ્ટ્રપતિ ભવન તરફથી સહુને આમંત્રણ મળ્યુ હતુ અને બિપીને સરદાર પટેલને અપાનાર ભારત રત્ન ગ્રહણ કર્યુ હતુ.'

આ પણ વાંચોઃ 8 મહિનાની બાળકીને કારમાં બંધ કરીને બજારમાં જતા રહ્યા માતાપિતાઆ પણ વાંચોઃ 8 મહિનાની બાળકીને કારમાં બંધ કરીને બજારમાં જતા રહ્યા માતાપિતા

English summary
Sardar Patel's family and relatives pose for a group photograph with Statue Of Unity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X