For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સરદાર સરોવર ડેમનુ જળ સ્તર 130 મીટરને પાર, હજુ વધવાની સંભાવના

ગુજરાતમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 200 બાંધ પાણીથી ભરાઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 200 બાંધ પાણીથી ભરાઈ ચૂક્યા છે. જેમાંથી સૌથી મોટો બાંધ નર્મદા ડેમ એટલે કે સરકાર સરોવર ડેમનુ જળ સ્તર પણ ઘણી ઉંચાઈ સુધી પહોંચી ગયુ છે. માહિતી મુજબ જળ સ્તર હવે 130 મીટર સુધી પહોંચી ચૂક્યુ છે. જેના કરાણે એક મહિનાથી બંધ 1200 મેગાવૉટ વિજ ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસના પાંચ યુનિટ શરૂ કરી દેવામાં આવ્યા છે. એમપીના ઓમકારેશ્વર ડેમથી ફરીથી 30 હજાર ક્યુસેક પાણી છોડવાના કારણે જળસ્તર હજુ વધવાની સંભાવના છે.

સરદાર સરોવર ડેમ થોડા દિવસમાં જ ઓવરફ્લો થઈ જશે

સરદાર સરોવર ડેમ થોડા દિવસમાં જ ઓવરફ્લો થઈ જશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવતા 2-3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આનાથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ચાલુ રહેવાની સંભાવના છે. સાથે જ ભારે વરસાદથી નર્મદા જિલ્લાના નહેર-નાળા ઉપરાંત ગુજરાતની નદીઓમાંથી સરદાર સરોવર ડેમમાં પાણી આવી રહ્યુ છે. પાણીની આવક આ રીતે ચાલુ રહી તો આવતા બે દિવસોમાં ડેમના ગેટ ખોલવા પડી શકે છે. જેના કારણે નર્મદા ઘાટીના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સરકારને આશા છે કે ચોમાસુ પૂરુ થવા સુધીમાં ડેમ પૂરો ભરાઈ જશે.

જાણો કેવો છે સરદાર સરોવર ડેમ, ક્યારે બન્યો?

જાણો કેવો છે સરદાર સરોવર ડેમ, ક્યારે બન્યો?

ગુજરાતમાં આ સૌથી મોટા ડેમને બનાવવાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે દેશ આઝાદ પણ નહોતો થયો. ખુદ સરદાર પટેલે 1945માં અહીં બાંધ બનાવવાનુ સપનુ જોયુ હતુ. 5 એપ્રિલ 1961ના રોજ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ બાંધની પાયો નાખ્યો પરંતુ અમુક કારણોસર આ પરિયોજના લટકી રહી. તેને પૂરી થવામાં 56 વર્ષ લાગી ગયા. આ કામ પૂરુ થયુ વર્ષ 2017માં. ભારતના ઈતિહાસમાં આ એક વિવાદાસ્પદ પરિયોજના ગણી શકાય છે કારણકે તેને બનાવવાનુ શરૂ કર્યુ હતુ કોંગ્રેસના નેતા તેમજ દેશના પહેલા પીએમ પંડીત જવાહરલાલ નહેરુએ પરંતુ પરવાન ચડી પીએમ મોદીના શાસનમાં. ભાજપ-કોંગ્રેસ વચ્ચે આ વિશે જોરદાર નિવેદનબાજી થઈ.

138 મીટર ઉંચો છે આ બાંધ

138 મીટર ઉંચો છે આ બાંધ

ભારતમાં વર્ષ 2017 પહેલા સુધી પંજાબમાં સ્થિત ભાખરા-નાંગલ બાંધ જ સર્વાધિક ચર્ચત હતો. પરંતુ હવે સરદાર સરોવર બાંધીની ચર્ચા થાય છે. નર્મદા નદી પર બનેલ આ બાંધ 138 મીટર ઉંચો(પાયા સાથે 168 મીટર) છે. આમાં ઘણી ખાસિયતો છે જે આને દુનિયામાં સૌથી વધુ ખાસ બનાવે છે. નર્મદા નદી પર બનેલ 30 બાંધોમાંથી સરદાર સરોવર અને મહેશ્વર બે સૌથી મોટા બાંધ છે. જો કે તેમનો સતત વિરોધ પણ થતો રહ્યો છે. આ પરિયોજનાઓનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા અને મધ્ય પ્રદેશ માટે વિજળી પેદા કરવાનો છે.

ગુજરાતના 64 બાંધ પૂરા ભરાયા

ગુજરાતના 64 બાંધ પૂરા ભરાયા

સતત વરસાદના કારણે ગુજરાતના ઘણા બાંધો સમયથી પહેલા જ પાણીથી ભરાઈ ગયા છે. 64 બાંધ તો 100 ટકા છલકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદની સિઝનમાં ગુજરાતના કુલ મળીને 206 બાંધોમાં પાણી ભરાઈ ગયુ છે. જેમાંથી 64 બાંધો એવા છે કે જે 70થી 100 ટકા સુધી ભરાઈ ચૂક્યા છે. વરસાદના કારણે રાજ્યના 131 માર્ગ પણ પ્રભાવિત થયા છે.

NEET-JEE પરીક્ષાઓ સ્થગિત કરાવવાની માંગ લઈને સુપ્રીમ કોર્ટ પહોચ્યા 6 રાજ્યોNEET-JEE પરીક્ષાઓ સ્થગિત કરાવવાની માંગ લઈને સુપ્રીમ કોર્ટ પહોચ્યા 6 રાજ્યો

English summary
Sardar Sarovar Dam : The water level of the reservoir has reached 130 metres
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X