For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં થયેલા સતત વરસાદના કારણે નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ આ વર્ષે પણ પોતાના કાંઠા સુધી ભરાઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં થયેલા સતત વરસાદના કારણે નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ આ વર્ષે પણ પોતાના કાંઠા સુધી ભરાઈ ગયો છે. આ સૌથી મોટો બાંધ છે. ગઈ કાલે આનુ સ્તર 137.99 મીટર સુધી પહોંચી ગયુ હતુ અને સરકારે તેને 138 મીટર સુધી એટલે કે આખો ભરવાની મંજૂરી આપી હતી. સરદાર સરોવર ડેમમાં પાણીની આવકના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે રાજ્યના મુખ્યમંત્રી પૂજા કરવા આવશે એવા સમાચાર છે. ગઈ વખતે પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા.

નર્મદા ડેમના સ્વાગતની તૈયારીઓ શરૂ

નર્મદા ડેમના સ્વાગતની તૈયારીઓ શરૂ

સરદાર સરોવર ડેમને જીવનદાયી પણ માનવામાં આવે છે કારણકે અહીંના પાણીથી બે રાજ્યોની લાખો હેક્ટર ભૂમિની વર્ષભર સિંચાઈ થાય છે. મોટાપાયે વિજળી ઉત્પાદન થાય છે અને 200થી વધુ શહેર-કસ્બાઓને પીવાનુ પાણી પૂરુ પાડવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાંથી નીકળેલી નર્મદા નહેરમાં હાલમાં એટલુ પાણી ભરાઈ ગયુ છે કે તેનાથી અમદાવાદ શહેરની આખા વર્ષની તરસ છિપાઈ શકે છે. આ દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ નહેર પણ માનવામાં આવે છે.

આ બાંધ સાથે જ જોડાયેલી છે સૌથી લાંબી પાક્કી નહેર

આ બાંધ સાથે જ જોડાયેલી છે સૌથી લાંબી પાક્કી નહેર

ગુજરાતમાં સૌથી મોટા બાંધ સરદાર સરોવર ડેમ સાથે જોડાયેલી આ નહેરની લંબાઈ 458 કિલોમીટર છે. આ નહેરને ગુજરાતની લાઈફ લાઈન પણ કહેવામાં આવે છે કારણકે આનાથી 10 હજાર ગામોને પીવાનુ પાણી મળે છે. સરદાર સરોવર નર્મદા નિગમ અનુસાર ભારે વરસાદના કારણે નહેરમાં 17 હજાર કરોડ લીટરથી પણ વધુ પાણી ભરાઈ ચૂક્યુ છે. જણાવવામાં આવે છે કે આમાં 22 હજાર લિટર પાણી સ્ટોર કરવાની ક્ષમતા છે. આનાથી 18 હજાર હેક્ટર જમીનની સિંચાઈ થાય છે.

2 રાજ્યોને મળે છે વિજળી-પાણી

2 રાજ્યોને મળે છે વિજળી-પાણી

આ બાંધ પાયા સહિત 163 મીટર ઉંચુ છે. આમાં ઘણી એવી ખાસિયતો છે જે આને દુનિયામાં સૌથી વધુ ખાસ બનાવે છે. નર્મદા નદી પર બનનાર 30 બાંધોમાં સરદાર સરોવર અને મહેશ્વર બે સૌથી મોટી પરિયોજનાઓ છે. માહિતી મુજબ સરદાર સરોવર ડેમના ઉચ્ચતમ લેવલ પર પહોંચવાના કારણે નર્મદા નિગમના બધા અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કારણકે કંઈ પણ અનહોની થાયતો જરૂરી ઉપાયો કરી શકાય. આ બાંધ ભરાવા પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પૂજા માટે અહીં આવી શકે છે.

કઈ થાળી જયાજી? એ જે હીરો સાથે સૂવા પર મળતી હતી?કઈ થાળી જયાજી? એ જે હીરો સાથે સૂવા પર મળતી હતી?

English summary
Sardar Sarovar dam to fill 138 Meter, CM Vijay Rupani can come for Pooja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X