• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી આક્ષેપનો જાહેરમાં જવાબ આપશે : સૌરભ પટેલ

|

અમદાવાદ, 5 ડિસેમ્બર : ગુજરાતના ઉદ્યોગ અને ઊર્જા રાજ્યમંત્રી સૌરભ પટેલે આજે નવી દિલ્હીથી આમઆદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના લક્ષિત ઇરાદાથી જે આક્ષેપો કર્યા છે તેને બેબૂનિયાદ અને મનઘડંત ગણાવ્યા છે અને એવો પડકાર કર્યો છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી તરફી જે લોકચાહના અને જનજૂવાળ ગુજરાતમાં જોવા મળી રહયો છે તેને સાંખી નહી શકનારા પરિબળોમાં અરવિંદ કેજરીવાલનું પણ નામ ઉમેરાયું છે.

સૌરભ પટેલે જણાવ્યું કે "કેજરીવાલે નરેન્દ્ર મોદી સામે જે આક્ષેપો કર્યા છે તેમાનો એક પણ આક્ષેપ ટકી શકે એમ નથી કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસે પણ આજ પ્રકારના જૂઠ્ઠા આક્ષેપો કરેલા છે પરંતુ છ કરોડ ગુજરાતીઓ સહિત જનતા તેને માનવા તૈયાર નથી કારણ કે છેલ્લા 11વર્ષથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારની સાફ નિયત, પારદર્શી નીતિઓ અને વિકાસ માટેના સુશાસનની ચારેકોર અનુભૂતિ થઇ છે."

ઊર્જા રાજ્યમંત્રીએ જણાવ્યું કેજણાવ્યું કે જીઓગ્લોબલ અને જ્યુબિલન્ટ એન્પ્રો કંપનીની સાથે ગેસ અંગેના જે કરારો GSPCએ કરેલા તેને ભારત સરકારના ડાયરેકટર જનરલ ઓફ હાયડ્રો કાર્બન અને પેટ્રોલિયમ મંત્રાલયે મંજૂર કરેલા હતા. આમ છતાં, જીઓગ્લોબલ કંપની સાથેનો કરાર GSPCએ સંપૂર્ણપણે રદ કરેલો છે અને તે અંગે વખતો વખત ભારત સરકારને યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે. આમ છતાં કેન્દ્ર સરકાર તરફથી આખરી નિર્ણયનો કોઇ પ્રતિભાવ મળ્યો નથી. આમ, જીઓ ગ્લોબલ કંપની કે જ્યુબિલન્ટ એન્પ્રો કંપનીને ગુજરાત સરકારે લાભ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

પટેલે જણાવ્યું કે "અદાણી ગૃપની કંપનીને આર્થિક લાભો આપવા માટેના આક્ષેપો તથ્ય પાયા વગરના છે. અદાણી ગૃપને 1700 હેકટર જમીન બંદરો અને સંલગ્ન વિકાસ માટે 30 વર્ષના ભાડા પટ્ટે બી.ઓ.ઓ.ટી.ના ધોરણે આપેલી છે. દર વર્ષે ભાડું લેવાય છે અને 30 વર્ષ પછી તો આ જમીન વિકસીત બનીને કરોડોની કિંમતની થવાની છે જે ગુજરાત સરકારને પરત મળવાની છે."

તેમણે જણાવ્યું કે "બીજી 500 હેકટર જમીન રેલ્વે લાઇન મારફતે બંદરને ઉત્તર ભારત સાથે જોડવા માટે આપવા આવી હતી અને તેના કારણે જ આ બંદર ઉપરથી 250 મિલીયન ટન કાર્ગોની હેરાફેરી થઇ છે અને 33 હજાર કરોડ રૂપિયા કસ્ટમ ડયુટીની આવક પેટે ભારત સરકારને મળેલા છે."

અદાણી SEZ માટે ભારત સરકારે 10 હજાર હેકટર મંજૂર કરેલા છે જેમાંથી માત્ર 5590 હેકટર જમીન ફાળવેલી છે. બાકીની જમીન જરૂર પડે તેમ ભવિષ્યમાં ફાળવવામાં આવશે પરંતુ તેની વધતી જતી કિંમતો આખરે તો ગુજરાત સરકારને મળવાની છે. આમ ભવિષ્યના આર્થિક લાભોને સરકારે સુરક્ષિત કરેલા છે. ગુજરાતમાં જમીન ફાળવણીની પારદર્શી પ્રક્રિયા અને જમીનની કિંમતો નક્કી કરવાની નીતિ અમલમાં છે. સર્વોચ્ચ અદાલતે પણ રાજ્ય સરકારની જમીન અંગેની પારદર્શી પ્રક્રિયાને મંજૂરી આપી પ્રસંશા કરેલી છે.

ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ નજીવા ભાવે ઊદ્યોગોને જમીનો આપી દીધી હતી. તેની યાદ અપાવતાં ઊર્જા રાજ્યમંત્રીએ જણાવ્યું કે શંકરસિંહ વાઘેલાએ 1 રૂપિયાના ભાવે 33 લાખ ચો.મીટર જમીન એકહથ્થુ પધ્ધતિથી ઉદ્યોગોને આપી હતી. અન્ય એક કિસ્સામાં તત્કાલિન મુખ્યમંત્રીએ 1.50 લાખ ચો.મીટર જમીન આપવાની દરખાસ્તને ત્રણ લાખ ચો.મીટર વધારીને આપી હતી જ્યારે વર્તમાન મુખ્યમંત્રીએ રૂ. 1 ના ભાવે કોઇ જમીન આપી જ નથી.

અદાણી ગૃપને આપવામાં આવેલી જમીન બિન ઉત્પાદકીય, બિન ખેતીલાયક પડતર જમીન છે અને તેમાંની ઘણી જમીન દરિયાઇ ભરતીના પાણીમાં ડૂબાણની છે. આમ છતાં, ભારત સરકારે જ તેના અંગેની બધી મંજૂરી આપેલી છે. અદાણી જૂથે તો આ જમીનોની સુધારણા કરી તેને ઉપયોગમાં લીધી છે. વર્તમાન સરકારે ખેડૂતોની કોઇ જમીન સંપાદિત કરીને આ કંપનીને આપી નથી. એટલું જ નહીં, ભૂતકાળની સરકારો કરતાં 25 ગણાં વધારે ભાવ લઇને જમીન આપી છે. આમ અદાણીને કચ્છની જમીન રૂા. 300 પ્રતિ ચો.મીટરના ભાવે આપી દેવાનો આક્ષેપ તદ્દન મનઘડંત છે.

અદાણી પાવર પ્લાન્ટની વીજળી અદાણી એનર્જી પાવર પાસેથી ખરીદવાનો PPA કરાર ફેબ્રુઆરી 2007માં થયેલો જેમાં રૂા. 2.35 પૈસા યુનિટ દિઠ વીજળી ખરીદવાની હતી. આ ભાવ આખા દેશમાં સૌથી ઓછો હતો અને ગુજરાત વીજળી બોર્ડે સ્પર્ધાત્મક ટેન્ડર બિડથી 1000 મેગાવોટ વીજળી ખરીદવાનું નક્કી કરેલું જેમાં અદાણી પાવરે સૌથી ઓછા ભાવે વિજળી આપવા કરાર કરેલો હતો.

અદાણી પાવર પ્લાન્ટ આયાતી કોલસા ખરીદીને ગુજરાત સરકારને રૂ. 2.35 પૈસે યુનિટ વીજળી પૂરવઠો આપે છે તેણે આ ભાવ પોસાતો ન હોઇ તેમાં વધારો કરવા ગુજરાત વિજ નિયમન પંચ GERC પાસે રજુઆત કરી હતી જે દરખાસ્ત રદ થયેલી અને તે અંગેની અપીલ ટ્રિબ્યૂનલમાં પણ તેમનો કેસ પણ રદ થયેલો.

આ ઉપરાંત બીજા એક PPA કરાર પ્રમાણે રૂ. 2.89 પ્રતિ યુનિટના દરે સ્પર્ધાત્મક સૌથી ઓછા ભાવે અદાણી પાસેથી વીજળી ખરીદવામાં આવે છે. આમ, અદાણી એનર્જી પાસેથી વીજળી ખરીદવાની બાબતમાં નરેન્દ્રભાઇ મોદી ઉપર થયેલા આક્ષેપો કોઇ હિસાબે ટકી શકે એમ નથી.

સંસદ સભ્યો, ધારા સભ્યોને ગાંધીનગરમાં જમીન ફાળવવાના આક્ષેપોને રદીયો આપતાં સૌરભ પટેલે જણાવ્યું કે, આ નીતિ તો વર્ષોથી કોંગ્રેસના રાજમાં અમલમાં હતી. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ તો સાંસદો અને ધારાસભ્યોને જમીનના પ્લોટ આપવાનું બંધ કરી દીધું છે. અને આવી જમીન રાહત ભાવે આપી હોય ત્યારે તેના વેચાણની બાબત પણ અટકાવી દીધી છે. આ અંગે સર્વોચ્ચ અદાલતમાં જાહેરહિતની અરજી થયેલી છે.

તેમણે આવા આક્ષેપો કરનારાને પડકારતા એમ પણ જણાવ્યું છે કે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જ જયજયકાર થવાનો છે અને તેથી ચૂંટણી પછી પણ આવા જૂઠ્ઠાણાના એકેએક આક્ષેપ કરનારાને જાહેરમાં પડકારીને જવાબ અપાશે જ.

English summary
Saurabh Patel denied Kejriwal's allegation on benefit to Geoglobal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more