For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટો ખુલાસો: સૌરભ પટેલે મંત્રી પદ દરમિયાન પરિવારની કંપનીઓને આપ્યો આર્થિક લાભ

પીએમ મોદીના વફાદાર સૌરભ પટેલે મંત્રી પદના કાર્યકાળ દરમિયાન ગુજરાતની 8 ઓઇલ કંપનીઓ અને ગેસ ઉત્પાદક કંપનીઓ સાથે પોતાના આર્થિક હિત માટે કામ કર્યુ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ભાજપમાંથી મંત્રી પદ રહી ચૂકેલા અને પીએમ મોદીની ગુડ લિસ્ટમાં શામેલ કદાવર નેતા સૌરભ પટેલ ઉપર મંત્રી પદના કાર્યકાળ દરમિયાન પોતાના પરિવારજનોને આર્થિક લાભ પહોંચાડ્યાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરભ પટેલ ગુજરાત સરકારમાં 14 વર્ષ સુધી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી રહી ચૂક્યા છે.

saurabh patel

પરિવારને પહોંચાડ્યો આર્થિક લાભ

ઇંડિયન એકપ્રેસમાં છપાયેલા સમાચારો અનુસાર સૌરભ પટેલે પોતાના મંત્રી પદ દરમિયાન ગુજરાતની 8 ઓઇલ કંપનીઓ અને ગેસ ઉત્પાદક કંપનીઓમાં પોતાની કંપની સૂર્યજાને ભાગીદારી અપાવી જેમાં અબજો રુપિયાનો ફાયદો થયો છે.

saurabh patel

2008 માં સૌરભ પટેલના ભાઇ-ભાભીએ ખોલી કંપની

સમાચારો મુજબ 2008 માં સૌરભ પટેલ જ્યારે મોદી મંત્રાલયમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી હતા ત્યારે તેમના ભાઇ મેહુલ દલાલ અને ભાભી નીકિતા દલાલે 'સૂર્યજા ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ' કંપની ખોલી હતી જેમાં પ્રત્યેકને 5000 શેર આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2010 માં સૌરભ પટેલ અને તેના દીકરા અભય દલાલને પણ કંપનીમાં 5000 શેર આપવામાં આવ્યા હતા અને આ કંપની દ્વારા સૌરભ પટેલે ઓઇલ અને ગેસ ઉત્પાદક બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો.

saurabh patel

મોટી કંપનીઓ સાથે સોદાબાજી

આ દરમિયાન સૂર્યજાએ કેન્દ્ર અને રાજ્યની 8 ઓઇલ બ્લોક સાથે કોંટ્રાક્ટ સાઇન કર્યા. આ કંપનીઓમાં ઓએનજીસી, એચઓઇસી અને જીએસપીસી શામેલ છે.

saurabh patel

સરનામુ અલગ અને કાર્યસ્થળ અલગ

આશ્ચર્યની વાત એ છે કે સૌરભ પટેલ જ્યારે ઉર્જા મંત્રી હતા ત્યારે આ કંપનીમાં સૌરભ પટેલ અને તેમના દીકરાએ પોતાનુ સરનામુ નંદન પંચવટી, એલિસબ્રીજ, અમદાવાદ આપ્યુ હતુ. જ્યારે ઇંડિયન એક્સપ્રેસની ટીમ આ સરનામા પર ગઇ ત્યારે માલુમ પડ્યુ કે કંપનીની ઓફિસ ગુલબાઇ ટેકરા, પંચવટી, અમદાવાદમાં છે.

saurabh patel

સૌરભ પટેલે કર્યો આરોપોનો ઇનકાર, કહ્યુ છબી કરવાની કોશિશ

ઇંડિયન એક્સપ્રેસ તરફથી મોકલાયેલા સવાલોના જવાબમાં સૌરભ પટેલે લખ્યુ કે, 'હું હેરાન અને દુખી છુ કે તમારા જેવા વરિષ્ઠ પત્રકાર જેમનુ હું સમ્માન કરુ છુ, તેમણે આ પ્રકારના સવાલ મોકલ્યા છે. આ કંઇ નથી. માત્ર મારી છબી કરવાની કોશિશ છે.'

saurabh patel

સત્તાનું બહુ મોટુ નામ છે સૌરભ પટેલ

સૌરભ પટેલ 2002 માં મંત્રી હતા. અત્યાર સુધીમાં તેમણે બધા મોટા મંત્રાલય સંભાળ્યા છે, જેમાં નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ અને ઉદ્યોગ મંત્રાલય શામેલ હતા. તેઓ વાઇબ્રંટ ગુજરાત કાર્યક્રમનો પણ મુખ્ય ચહેરો હતા પરંતુ જ્યારે વિજય રુપાણીએ 7 ઓગસ્ટે ગુજરાતના 16 માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ ત્યારે તેમણે પટેલને મંત્રી પદેથી હટાવી દીધા. આ ઘણુ ચોંકાવનારુ પગલુ હતુ કારણકે પટેલને પીએમ મોદી અને પૂર્વ સીએમ આનંદીબેનના ઘણા નજીકના અને વફાદાર માનવામાં આવતા હતા.

saurabha patel

અંબાણી પરિવાર સાથે સંબંધ

આ બધાની સાથે સાથે સૌરભ પટેલ અન્ય કારણોથી પણ ચર્ચામાં રહ્યા છે. વાસ્તવમાં, સૌરભ પટેલનો અંબાણી પરિવાર સાથે પણ સંબંધ છે. તેઓ ધીરુભાઇ અંબાણીના મોટાભાઇ રમણિકભાઇ અંબાણીના જમાઇ છે. આ સંબંધે તેઓ મુકેશ અને અનિલ અંબાણીની બહેનના પતિ એટલે કે જીજાજી થાય.

English summary
SAURABH Patel, four-time BJP MLA from Gujarat, has financial interests in eight onshore oil blocks in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X