જાણો તમારા ઉમેદવારને: બોટાદથી ભાજપના સૌરભભાઈ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં બોટાદની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે સૌરભ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો સૌરભ પટેલ વિષે થોડુ જાણીએ. સૌરભભાઈ પટેલ ભાજપના ઘણા જૂના કાર્યકરતા છે. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સૌરભભાઈ વિવિધ ખાતાઓના મંત્રી રહી ચૂક્યા છે. તેમને આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં બોટડ સીટ પરથી ઊભા રાખવામાં આવ્યા છે.
1998ની વિધાનસભાની ચૂંટણી બાદ બોટાદ સીટ પરથી ભાજપ સતત જીતતુ આવ્યુ છે. સૌ પ્રથમ સૌરભભાઈએ વર્ષ 1998ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે આ સીટ પરથી ઊભા રહ્યા હતા અને જીત્યા પણ હતા. તેમણે કોંગ્રેસના કાનજીભાઈ મેરને ભારે બહુમતીથી હાર આપી હતી. આ બાદ સૌરભભાઈ વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણી પણ આ સીટ પરથી લડ્યા હતા અને જીત્યા હતા. આ બાદ વર્ષ 2012ની ચૂંટણીમાં આ સીટ પરથી ભાજપના ઠાકરશીભાઈ માણીયાને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ પણ આ સીટ પરથી જીત્યા હતા. પરંતુ આ વર્ષે ચૂટંણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ભાજપે આ સીટ પરથી ફરી પોતાના અનુભવી ઉમેદવારને ઊભા રાખ્યા છે. તેમના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો myneta. in પરથી મળતી માહિતી અનુસરા તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમની કુલ સંપત્તિ 65 કરોડની આસપાસ છે. તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી નોંધાયો.