ઘનઘોર ઓક્ટોબરઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ
અમદાવાદઃ 2019નું વર્ષ ગુજરાતના હવામાન ખાતા માટે નોંધનીય રહ્યું છે. દશકાઓમાંનું આ સૌથી લાંબું ચોમાસું રહ્યું. અને છેલ્લા 10 વર્ષમાં બીજી વખત બન્યું જ્યારે ગુજરાતના મોટભાગના જિલ્લાઓમાં 100 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાવાની સાથે જ બીજી વખત સૌથી વધુ વરસાદ પડ્યો.
અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડું આવ્યું જેને કારણે રવિવારે અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય જાય ત્યાં સુધી એટલે કે આગામી બે દિવસ સુધી તેની અસર જોવા મળશે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર્સના છેલ્લા પાંચ વર્ષના ડેટામાંથી ખુલાસો થયો કે 2016માં ઓક્ટોબર મહિનામાં 74 એમએમ વરસાદ નોંધાયો હતો. જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી વધુ છે. આ વર્ષે ઓક્ટોબર મહિને ગુજરાતમાં 47 એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ આગાહી કરી કે સોમવારે વલસાડ, જૂનાગઢ, સુરત, નવસારી, અમરેલી,ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં હળવો વરસાદ થઈ શકે છે.
અમેરિકી પ્રેસિડન્ટે જણાવ્યું, કેટલો ભયંકર હતો બગદાદીનો અંત