For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ભુજમાં બંધાઇ રહ્યું છે ભારતીય સંસદ ભવન!!!

|
Google Oneindia Gujarati News

ભુજ, 4 ઓગસ્ટ : ગુજરાત સરકાર ગુજરાતના પર્ટયન સ્થળોને વિકસાવવા માટે સતત પ્રયાસરત છે. હવે દેશ વિદેશથી ગુજરાત ભ્રમણ અને પર્યટનના હેતુથી આવતા પર્યટકોને આવતા વર્ષથી ગુજરાતની અચૂક મુલાકાત લેવા માટે વધુ એક કારણ મળવાનું છે. આ કારણ છે કે ગુજરાતમાં ભારતીય સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે.

જી, હા. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ભુજ ખાતે આવતા વર્ષ એટલે કે જાન્યુઆરી 2015થી બીજા સંસદભવનની મુલાકાત લઇ શકાશે. જો કે આ દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ભારતીય સંસદ ભવનની પ્રતિકૃતિ છે.

વેબપોર્ટલ દેશગુજરાતના અહેવાલ અનુસાર ભારતીય સંસદ ભવનની પ્રતિકૃતિ ગુજરાતના કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં જિલ્લા મુખ્યાલય ભુજોડી પાસેના હિરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફ્ટ પાર્ક ખાતે નિર્માણાધીન છે.

replica-indian-parliament-bhuj-gujarat

સંસદ ભવનનું નિર્માણ વંદે માતરમ મ્યુઝિયમ પ્રોજેક્ટનો જ એક ભાગ છે. આ મ્યુઝિયમ પ્રોજેક્ટમાં ઇ:સ 1600થી ઇ:સ 1947 સુધીના વિવિધ ઐતિહાસિક પ્રસંગો અને ઘટનાઓની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સમગ્ર વિચાર આશાપુરા ગ્રુપના ચેરમેન ચેતન શાહનો છે. તેમણે કેટલાક વર્ષો પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ આ મ્યુઝિયમનું ઉદઘાટન કરવાની ખાતરી આપી હતી.

વંદે માતરમ મ્યુઝિયમમાં ભારતીય સંસદ ભવનની પ્રતિકૃતિ ઉપરાંત દિલ્હીના ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ, અમદાવાદના સાબરમતી આશ્રમની પ્રતિકૃતિ અને અન્ય મહત્વના સ્થળોની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવનાર છે.

વંદે માતરમ સંગ્રહાલયમાં આઝાડીના લ઼વૈયાઓ જેવા કે ઝાંસીના રાણી લક્ષ્મીબાઇ, મહાત્મા ગાંધી વગેરેની પ્રતિમાઓ પણ મુકવામાં આવશે. આ પ્રતિમાઓ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે તૈયાર કરવામાં આવનાર છે.

આ સંગ્રહાલયમાં ઇતિહાસ, કલા અને ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવશે. તેમાં એલસીડી સ્ક્રીન્સ, લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

મ્યુઝિયમના અન્ય આકર્ષણો

  • જહાંગીર દરબાર, જ્યાં અંગ્રેજો વેપાર કરવાની પરવાનગી લેવા આવ્યા હતા.
  • 1857ની ક્રાંતિ
  • 1905ની બંગભંગ ચળવળ
  • 1919 જલિયાવાલા બાગ ઘટના
  • 1927 સિમોન કમિશન
  • 1930 દાંડી યાત્રા, સંસદમાં બોમ્બ વિસ્ફોટ
  • 1931માં ભગતસિંહને મૃત્યુદંડ
  • 1932 ગોળમેજી પરિષદ
  • 1942 આઝાદ હિંદ ફોજ
  • 1942 ભારત છોડો ચળવળ
  • 1947 આઝાદી
  • ભારતમાં ગાંધીજીનું આગમન
  • આઝાદીની લડતમાં ગુજરાતનું યોગદાન વગેરે...
English summary
Second Indian Parliament is under construction in Bhuj of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X