તસવીરોમાં જુઓ ગુજરાતમાં કેવી રીતે ઉજવાય છે નવરાત્રી, પહેલો દિવસ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતી જે નવરાત્રીની વર્ષના 365 દિવસ કાગડોળે રાહ જુએ છે તેવી નવલી નવરાત્રીની શરૂઆત આજથી થઇ ચૂકી છે. ત્યારે ભક્તિ, ગરબા, નૃત્ય અને આસ્થાના આ મહાકુંભનું જ્યાં ધાર્મિક રીતે એક ખાસ મહત્વ છે ત્યાં જ નાના-મોટા સૌને નવરાત્રી દરમિયાન ગરબા રમવાનો પણ એક ખાસ રોમાંચ હોય છે.

આજે નવરાત્રીના પહેલા દિવસે શેલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માંના પ્રાકૃતિ સ્વરૂપની આ દિવસે પૂજા કરવામાં આવે છે. સાથે આ જ દિવસ અનેક લોકો માતાજીની સ્થાપના તેમના ઘરમાં કરે છે.

 

ત્યારે ગુજરાતમાં નવરાત્રીના પહેલા દિવસે કેવી કેવી રીતે પૂજા થાય છે, કેવી રીતે શૈલ પુત્રીની પૂજા કરવામાં આવે છે. તે અંગે વિસ્તૃત માહિતી મેળવો અમારા આ આર્ટીકલમાં સાથે જ જુઓ કેમ નવરાત્રી દરમિયાન જુવારા વાઇ, ઉપવાસ કરવામાં આવે છે...

શૈલપુત્રીની પૂજા
  

શૈલપુત્રીની પૂજા

નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી જ્યાં જ્યાં ગરબા થાય છે ત્યાં ત્યાં આ દિવસે માંની સ્થાપના થાય છે. ગંગાજયથી પવિત્ર કરી માતાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે. અને માંની વિધિવત પૂજા પણ થાય છે.

કળશ અને અખંડ દિવા
  

કળશ અને અખંડ દિવા

ગુજરાતમાં નવરાત્રી વખતે અનેક ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. કળશમાં મગ અને પાણી ભરી તે પર નાળિયેરી મૂકી. માંની પૂજા થાય છે. સાથે જ લોકો નવ દિવસ સુધી ઘરમાં અખંડ દિવો પણ કરતા હોય છે

જવારા વાવવા
  
 

જવારા વાવવા

નવરાત્રી દરમિયાન ખેડૂત બ્રાહ્મણો જવારા વાવે છે. પ્રથમ દિવસે છાબડીમાં ચીકણી માટી લિપી ગાયના છાણ અને માટી સાથે જવારના દાણાને વાવવામાં આવે છે. નવ દિવસ આ જવારને પાણી ચઢાવામાં આવે છે અને તેની પૂજા થાય છે.

જવારાનું મહત્વ
  

જવારાનું મહત્વ

ગુજરાતમાં જવારા વાવવાનું અનેરું મહત્વ છે. આ નવ દિવસોમાં જે જવારા ઊગે છે તેના આવનારું વર્ષ કેટલું ફળદાયી હશે તેનો ક્યાસ લાગે છે. નવમાં દિવસે આ જવારાની ધરોને મંદિરમાં ચઢાવી તેની માટીને નદીમાં વિસર્જીત કરવામાં આવે છે.

ઉપવાસ
  

ઉપવાસ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ ભારત અને ગુજરાતના અનેક માં ભક્તો આજથી નવ દિવસના નોરતા કરે છે. મોટા ભાગના લોકો આ દિવસો દરમિયાન ખાલી લીબુ પાણી કે સાકર પાણી પીને ઉપવાસ કરી માં અંબેની પૂજા કરે છે.

બાળકો બનાવે છે ગબ્બર
  

બાળકો બનાવે છે ગબ્બર

વધુમાં નાના નાના બાળકો દ્વારા માટીના ગબ્બર (માટીનો નાનો પહાડ) બનાવામાં આવે છે. જેમાં માતાજી મૂર્તિ મૂકવામાં આવે છે. બાળકો નવ દિવસ માતાજી આરતી અને પૂજા કરે છે. અને અનોખી રીતે માતાની પૂજા કરે છે.

ગરબા
  

ગરબા

સાથે આજથી ગરબાનો મહાપર્વ શરૂ થાય છે જ્યાં લોકો નવ દિવસ માટે ગરબા કરવા માટે કમર કસે છે. અને પહેલા નોરતાના ગરબા રમીને આઠ રાતો સુધી ગરબા રમવા માટે વોર્મઅપ કરે છે.

English summary
See How People of Gujarat Celebrate Navratri. Navratri Celebration in gujarat.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.