ધોરણ 10નુ મૂલ્યાંકન કરવા આવનારા શિક્ષકો માટે મૂકાયુ સેલ્ફ સેનિટાઈઝર મશીન
કોરોના વાયરસની મહામારી વચ્ચે પાટણ શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 10નુ મધ્યસ્થ મૂલ્યાંકન ચાલી રહ્યુ છે. પાટણ એનજીએસ કેમ્પસ ખાતે આવેલા એક્સપેરીમેન્ટ હાઈસ્કૂલમાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. આ મૂલ્યાંકનમાં પાટણ જિલ્લામાંથી પેપર જોવા આવતા શિક્ષકો માટે રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા સેલ્ફ સેનિટાઈઝર મૂકવામાં આવ્યુ હતુ.
કેમ્પસમાં આવતા તમામ શિક્ષકો આસેલ્ફ સેનિટાઈઝરનો લાભ લીધો હતો. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા હાઈસ્કૂલના આચાર્ય ધનરાજ ઠક્કરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં હાલમાં કોરોના વાયરસ લૉકડાઉન લંબાવવામાં આવ્યુ છે. સરકાર દ્વારા અમુક વ્યવસાયોને નિયમ મુજબ છૂટછાટ આપવાં આવી છે. ત્યારે પાટણ એનજીએસ કેમ્પસ ખાતેઆવેલા એક્સપેરીમેન્ટ હાઈસ્કૂલમાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી માટેની આ વ્યવસ્થા પ્રશંસાને પાત્ર છે.
આ પણ વાંચોઃ હાલોલના કેટલાક ગામોમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ