વિશ્વ પ્રખ્યાત ગીર ગાય તેમજ જાફરાબાદી ભેંસના સંવર્ધન અંગે યોજાયો સેમિનાર

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત ગીર ગાય તેમજ જાફરાવાદી ભેંસ ઓલાદ સુધારણા તથા ઉત્પાદકતા વૃદ્ધિ અંગે પરિસંવાદ યોજાયો. આ સેમિનારમાં ગીર ઓલાદનું સંવર્ધન અને સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ગીર ગાય તેમજ જાફરાબાદી ભેંસ તેના દૂધ માટે ઉત્તમ પ્રજાતિ મનાય છે. ગીર સોમનાથના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે એન.ડી.ડી.બી. અને સાબરમતી ગૌશાળા દ્વારા જે સેમિનાર યોજવામાં આવ્યો તેમાં એક હજાર જેટલી પશુપાલક બહેનો અને ત્રણસો જેટલા ભાઈઓ એ ભાગ લીધો હતો.ગીર ઓલાદ સુધારણા અંગેના આ સેમિનારમાં એન.ડી.ડી.બી.ના એડવાઇઝર , સાબર ડેરીના અધિકારીઓ, ડોકટરો દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગીર ઓલાદમાં આવતા રોગોને કેમ નાથવા , રોગો ન આવે તે માટે કેવી જાગરૂકતા રાખવી, કુદરતી રીતે દૂધ ઉત્પાદન કેવી રીતે વધારવું,પશુઓને ક્યા પ્રકારનો ખોરાક ક્યારે આપવો તેમજ પાણી કેટલા પ્રમાણમાં અને ક્યાં સમયે આપવું તે અંગેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

cow

એન.ડી.ડી.બી.નાં એડવાઇઝર ડો.કમલેશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં ખાસ જણાવ્યું હતું કે, "ગીર ઓલાદના પશુઓને જરૂરિયાત મુજબ મિનરલ મિક્ષર પૂરતા પ્રમાણમાં આપવું જોઈએ. જેથી તેની તંદુરસ્તી વધે અને દૂધ સારા એવા પ્રમાણમાં મળે." ગીર ઓલાદના પશુઓમાં સબક્લિનિકલ મસ્ટાઇટીસ નામનો આંચળ નો જે રોગ જોવા મળે છે.તેને દેશી ભાષામાં 'ઓછર' નો રોગ પણ કહેવાય છે. તેમાં ખાસ કાળજી રાખવી જોઈએ. ગીર ગાયમાં 24 કલાક દૂધ ઉત્પાદન ની પ્રક્રિયા થતી રહેતી હોય છે.400 થી 500 લીટર લોહી આંચળ માંથી પસાર થાય ત્યારે સારી ગીર ગાયમાં 39 થી 40 લીટર દૂધ બને છે.

ગીર ગાયના આંચળમાં 200 કરોડ જેટલા સુક્ષમ સાબુદાણા જેવા દૂધના બિન્સ રહેલા હોય છે. 8 થી 9 મિનિટમાં ગાય દોહવાઈ જવી જોઈએ. આંચળ શુદ્ધ પાણી થી સાફ કરવા જોઈએ. અને ખાસ તો દૂધ ની સેર જમીન પર ન મારવી જોઈએ. તો આ ઓછર ના રોગ થી ગીર ઓલાદ ને બચાવી શકાય. કૃત્રિમ બીજદાન દ્વારા સારી રીતે અને તંદુરસ્ત તેમજ વધુ માત્રામાં ગીર ઓલાદને જન્માવી શકાય. ગીર ગાયના દૂધમાં ન્યુટ્રીશન વધુ પ્રમાણમાં હોવાને કારણે માનવ જીવન માટે આરોગ્યપ્રદ છે.

English summary
Gir Somnath: The seminar took place on the breeding of world famous Gir cow and Jafarabadi buffalo

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.