• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપ્ટેમ્બર 10, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિને વડનગર લઇ જશે

ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત દોવલ મંગળવારે બીજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગને મળ્યા હતા અને નરેન્દ્ર મોદીનું ભારત આવવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન તેમને તેમના ગામ વડનગર લઇ જવા માંગે છે. ગુજરાત સરકારે આની શક્યતા નકારી કાઢી છે. જો કે ચીનનું એક પ્રતિનિધિ મંડળ સપ્તાહ પહેલા વડનગરની મુલાકાત લેવા પહોંચ્યું હતું.

ગુજરાતના 82 ગામોમાં વીજળી ડૂલ

ગુજરાતમાં ભારે વરસાદને પગલે મધ્ય ગુજરાતના 77 ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. વીજળીનો પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઇ ગયા છે. આ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે મધ્‍ય ગુજરાત વિજ કંપની દ્વારા યુધ્‍ધના ધોરણે ટીમો કામે લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર તથા ઉતર ગુજરાતના 3-3 ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હોવાના સમાચાર છે.

અમદાવાદમાં બુધવારે પણ ભારે વરસાદ

અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. જેના કારણે સામાન્ય જીનજીવન ખોરવાયું છે. સતત વરસાદને કારણે અમદાવાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ઠેક ઠેકાણે પાણી ભરાતા રસ્તાઓ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે.

પોરબંદરમાં ગૃહમંત્રી રાજનાથે નેવી મથકનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે સવારે 10.30 કલાખે ખાસ પ્લેનમાં પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કોસ્ટગાર્ડ હેડકવાટર્સ ગયા અને એક કલાક બાદ જવાનો સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાર બાદ તેમના હસ્તે પોરબંદર કોસ્ટગાર્ડ હેડકવાટર્સ નજીક નિર્માણ થનાર અદ્યતન નેવી મથકનું ખાતુમુહૂર્ત કર્યું હતું.

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના DPRને કેન્દ્રીય કેબિનેટની મંજુરી માટે મોકલાયો

જાણીતી ન્યુઝ ચેનલ આજતકને આપેલા ઇન્ટરવ્યુમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલવે પ્રોજેક્ટના ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર -DPR)ને રાજ્ય સરકારે મંજુર કરીને કેન્દ્રીય કેબિનેટની મંજુરી માટે મોકલી આપ્યો છે.

ખરાબ રોડના પ્રશ્ને 11 સપ્ટેમ્બરે કેશોદ બંધનું એલાન

ખરાબ રોડના પ્રશ્નોના નિકાલ મુદ્દે ગુજરાતના જાહેર માર્ગ-મકાન અને બાંધકામ ખાતાની શીથીલતા સામે રોષ વ્યક્ત કરવા કેશોદ દ્વારા 11 સપ્ટેમ્બરે કેશોદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનને શહેરના 20 વેપારી મંડળોએ સમર્થન જાહેર કર્યું છે.

બદાયુની બળાત્કાર કેસમાં ગુજરાત FSLએ મહત્વનો પુરાવો CBIને આપ્યો

ઉત્તરપ્રદેશના બદાયુની બે બાળાઓના બળાત્‍કાર અને હત્‍યાના ચકચારી કેસમાં ગુજરાત એફએસએલ દ્વારા મહત્‍વના પુરાવારૂપ મોબાઇલની ચકાસણી કરી સીબીઆઇ તે સુપરત કર્યો છે. આ મોબાઇલમાંથી ડિલિટ કરવામાં આવેલો મહત્વનો ડેટા ઓફએસએસ દ્વારા પરત મેળવીને મોબાઇલ સાથે સિલબંધ કવરમાં ખાનગી રીપોર્ટ સીબીપાઇને સોંપ્યો છે.

નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમની સપાટીમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નર્મદા ડેમ ઓવરફ્લો થયા બાદ સોમવારની રાતે 2 વાગ્યાથી સપાટીમાં ઘટાડો થવાનું શરૂ થયું છે. સોમવારે રાત્રે 126.18 ફુટના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા બાદ મંગળવારે સાંજે 6 વાગ્યે ડેમની સપાટી 124.99 મીટર નોંધાઈ હતી. આ ઘટાડો ઉપરવાસમાં વરસાદ બંધ થવાને પગલે નોંધાયો છે.

ગુજરાતની શાળાઓ શિક્ષણબોર્ડને ઓનલાઇન માહિતી આપશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓને યુ-દિસ નામની કોડ પદ્ધતિ દ્વારા ઓનલાઇન માહિતી આપવાનો આદેશ કર્યો છે. આ માટે પ્રારંભિક ધોરણે ગણતરીની શાળાઓને યુ-દિસ કોડ આપવામાં આવી ચૂક્યા છે. આ પદ્ધતિથી શાળાઓ વર્ગની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યાની, શિક્ષકોની સંખ્યાની, શાળામાં રહેલી ભૌતિક સુવિધાની તમામ માહિતી ઓનલાઇન આપવી પડશે.આ માહિતી ઓનલાઇન હોવાથી કેન્દ્રના સરકારી વિભાગો પણ માહિતી જાણવા માટે કોડનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત પૂરમાં જરૂર પડશે તો આર્મીની મદદ લેવાશે

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંગળવારે સાંજે પૂર સંભવિત વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે આર્મીના જવાનોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે જરુર પડશે તો તેઓની પણ મદદ લેવામાં આવશે.

વડોદરામાં 11,000 લોકોનું સ્થળાંતર

વડોદરામાં ગાંડીતૂર બનેલી વિશ્વામિત્રિ નદીના પાણી શહેરમાં ઘૂસી જતાં રાત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ અને કુલ 11000 જેટલા લોકોને સમગ્ર રાત દરમ્યાન સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં સમા સાવલી રોડ,મુજમહુડા,ફતેંગંજ, પરશુરામ ભઠ્ઠા જેવા વિસ્તારોમાં ફાયરબ્રીગેડની 20 બોટ સાથેની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું હતું.

નારાયણ સાંઇના સાગરિક સાધક ઉદય સાંધાણીની માંગ ફગાવાઇ

સુરત આશ્રમની સાધિકા દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી નારાયણ સાંઈની રૂપિયા 13 કરોડની લાંચના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી સાધક ઉદય સાંગાણીએ ચાર્જશીટ રજુ થયા બાદ પોતાની સામે પ્રથમ દર્શનીય કેસના પુરાવા ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા તથા પોલીસ કસ્ટડી દરમિયાન તપાસ અધિકારીએ મેળવેલા પુરાવા ન્યાયિક કાર્યવાહી દરમિયાન ન વાપરવા અંગે કરેલી માંગને લાંચ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ આર.ટી.વાછાણીએ નકારી કાઢી છે.

દ્વારકાના ઓખામાં પાર્સલ બોમ્બ મળતા તંત્રમાં દોડધામ

દ્વારકાના ઓખાની પોસ્‍ટ ઓફિસે દ્વારકાનાં રહેવાસી દેવમુરારીભાઇના નામે આવેલું પાર્સલ કોઇએ નહીં સ્‍વીકારતા ઓખા પોસ્‍ટ ઓફિસે પરત આવેલ પાર્સલ શંકાનાં આધારે તપાસતાં તે પાર્સલમાં પાર્સલ બોમ્‍બ હોવાની શંકા જતા જ પોસ્ટ ઓફિસના અધિકારીએ મરીન પોલીસ અને દ્વારકા જિલ્લા પોલીસને જાણ કરી હતી.

પાર્સલ બોમ્‍બ અંગે તપાસ કરતાં તે પાર્સલ પર 'દેવમુરારીભાઇ સિવાય કોઇએ ખોલવુ નહીં' તેવી નોંધ મળી આવતા આ બોમ્‍બ દેવમુરારીભાઇને ટાર્ગેટ કરીને જ મોકલ્‍યાની શંકા જાગી હતી. દ્વારકા એસપી એ ગંભીરતા સમજી રાજકોટ રેન્‍જનાં અનુભવી એવા ડીઆઇજીને જાણ કરતાં જ તેઓએ તુરંત જ એફએસએલ મરીન પોલીસ અને બોમ્‍બ સ્‍કવોડને દોડી કરી બોમ્‍બ અંગે તપાસ શરૂ કરી હતી. એફએસએલ તપાસ દરમ્‍યાન આ બોમ્‍બ મ્‍યુઝીક સીસ્‍ટમમાં લગાડાતાં સ્‍પીકર પ્રકારનો હોવાનું અને તેમાં સ્‍વીચ ઓન કરવાથી બોમ્‍બ ફાટે તે પ્રકારનો બોમ્‍બ હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

English summary
September 10, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more