For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં બહેન દ્વારા ભાઇની હત્યાના કેસ આવ્યો નવો વળાંક

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમરેલીમાં બહેન દ્વારા ભાઇની હત્યાના કેસ આવ્યો નવો વળાંક

અમરેલીમાં બહેન દ્વારા ભાઇની હત્યાના કેસ આવ્યો નવો વળાંક

અમરેલીની વકીલ રમેશભાઇના પુત્ર સિદ્ધાર્થની તેની સગી બહેન દ્વારા કરવામાં આવેલી કારમી હત્યા મામલે પોલિસે હવે સગીર બહેનના પ્રેમીની તપાસ હાથ ધરી છે. જેમાં ભાજપના આગેવાન પ્રેમજી માધડના પુત્ર નવનીતનું નામ બહાર આવ્યું છે. સગીરાના પિતાએ નવનીત પર આરોપ લગાવ્યો છે કે સગીરાને તેના માતા-પિતા અને ભાઇને વિરુદ્ધ ભમરાવતો હતો. જેના પગલે જ સગીરા તેના ભાઇનું ખૂન કર્યું છે. જો કે આ મામલે નવનીત પોલિસને જણાવ્યું હતું કે આ ઘટના થઇ ત્યારે તે સોમનાથ હતો. ત્યારે પોલિસે સોમનાન મંદિરના સીસીટીવી ફૂટેઝ હાથ ધરીને તપાસ ચાલુ કરી છે.

હાર્દિક પટેલે રાજકોટમાં પટેલોને કરી હાકલ

હાર્દિક પટેલે રાજકોટમાં પટેલોને કરી હાકલ

હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ રાજકોટની મુલાકાત પર છે. જ્યાં તેમણે જાહેરાત કરી હતી કે રાજકોટના 5 લાખ પાટીદારો તેમની રિવર્સ દાંડી યાત્રામાં જોડાશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ રિવર્સ દાંડી યાત્રામાં 16 લાખ પાટીદારો ઉમટીને સરકારને તેમનો પાવર બતાવશે અને અનાતમ માટે માંગ કરશે.

પુરુષોત્તમ રૂપાલાની સભામાં પટેલ મહિલાઓએ થાળીઓ વગાડી

પુરુષોત્તમ રૂપાલાની સભામાં પટેલ મહિલાઓએ થાળીઓ વગાડી

મહેસાણાના ઊંઝામાં પાક સહાયક ચેક વિતરણની સભાને સંબાધવા આવેલ ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાની સભામાં પાટીદાર સમાજની મહિલાઓ થાળી વગાડતી પહોંચી ગઇ. અને ત્યાં થાળીનો અવાજ કરતા ભાજપના નેતાઓ સભા અડધી મૂકીને ત્યાંથી ચાલી ગયા.

યમનમાં કચ્છના જહાજ પર થયો હુમલો, 4 ખલાસી લાપત્તા

યમનમાં કચ્છના જહાજ પર થયો હુમલો, 4 ખલાસી લાપત્તા

યમનમાં કચ્છના એક જહાજ એમએનવી 1971 પર મિસાઇલ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજમાં 11 ભારતીય ખલાસી હતા. જેમાંથી 7 બચી ગયા છે અને 4 હજી લાપત્તા છે. આ જહાજ પર ખોખ પોર્ટ નજીક અવકાશી હુમલો કરવામાં આવ્યો હતો.

મોદી સામે પડેલ નિવૃત આઇપીએસ કુલદિપ શર્મા ક્રોંગ્રેસમાં જોડાયા

મોદી સામે પડેલ નિવૃત આઇપીએસ કુલદિપ શર્મા ક્રોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ નરેન્દ્ર મોદી સામે બંડ પોકારનાર પૂર્વ આઇપીએસ અધિકારી ડૉ. કુલદીપ શર્મા ગુજરાત ક્રોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોંલકીની હાજરીમાં આજે ક્રોંગ્રેસમાં જોડાયા. તેમણે કહ્યું તે પ્રજાના લાભ માટે કામ કરવા માંગે છે માટે જ તેમણે રાજનિતિમાં આવવાનું વિચાર્યું છે.

ભાજપના ધારાસભ્યએ જ ભાજપ વિરુદ્ધ ઉચ્ચારી ચિમકી

ભાજપના ધારાસભ્યએ જ ભાજપ વિરુદ્ધ ઉચ્ચારી ચિમકી

ઘારીના ઇકો સેન્સેટીવ ઝોન મામલે ભાજપના ધારાસભ્ય સરકાર સામે રાજીનામાની ચિમકી ઉચ્ચારી હતી. ઘારીના ઇકો સેન્સીટીવ ઝોન મામલે ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યા ખેડૂતો અને વિવિધ કામ આગેવાનો ભેગા મળીને ઘારીને ઇકો સેન્સેટીવ ઝોન બનાવોનો વિરોધ કર્યો હતો. અને આ અંગે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું.

જૂનાગઢમાં એબીસીએ, રેલ્વે એમઓને લાંચ લેતા ઝડપ્યા

જૂનાગઢમાં એબીસીએ, રેલ્વે એમઓને લાંચ લેતા ઝડપ્યા

જૂનાગઢમાં ભષ્ટ્રાચાર વિરોધી શાખાના અધિકારીઓએ રેલ્વેના એમઓ અને પટાવાળાને 1500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે.

અમદાવાદના જૈન દેરાસરમાં થઇ ચોરી

અમદાવાદના જૈન દેરાસરમાં થઇ ચોરી

અમદાવાદના ઓડવ વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ જૈન દેરાસરમાંથી તસ્કરોએ બે દાન પેટીમાંથી માલમત્તા અને મંદિરના સીસીટીવીનું સીપીયુ ઉઠાવી ગયા. જે બાદ પોલિસે આ અંગે તાજવીજ હાથ ધરી છે.

ડભોઇ નજીક કારમાં લાગી અચાનક આગ

ડભોઇ નજીક કારમાં લાગી અચાનક આગ

ડભોઇ નજીક હાઇ વે પર એક કારમાં અચાનક જ ભીષણ આગ લાગતા ફાયર બ્રિગ્રેડને બોલવવામાં આવ્યું હતું. જો કે આમાં કોઇ જાનહાનિ નથી થઇ.

સાબરકાંઠા નજીક થયો ગોજારો અકસ્માત 2 નો મોત

સાબરકાંઠા નજીક થયો ગોજારો અકસ્માત 2 નો મોત

સાબરકાંઠાના હિંમતનગર-રાયગઢ પાસે બે કાર વચ્ચે થયેલા ગોજારા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાજપથ ક્લબના પાર્કિંગ લોટમાં કારે શ્રમજીવીના બાળકને કૂચડ્યો

રાજપથ ક્લબના પાર્કિંગ લોટમાં કારે શ્રમજીવીના બાળકને કૂચડ્યો

અમદાવાદની રાજપથ ક્લબના પાર્કિંગ લોટમાં એક કારે એક શ્રમજીવી પરિવારના 8 વર્ષના બાળકને કૂચડી નાંખ્યો. આ કાર મહેસાણાના એક 20 વર્ષીય એન્જીનિયર યુવક ચલાવી રહ્યો હતો. પોલિસે તેની ધરપકડ કરી પૂછપરછ ચાલુ કરી છે

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં નાહવા પડેલા યુવકનું મોત

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં નાહવા પડેલા યુવકનું મોત

સુરેન્દ્રનગર પાસે આવેલ નર્મદા કેનાલમાં નાહવા પડેલ એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. ફાયર બ્રિગેડે કલાકોની મહેનત બાદ યુવકની લાશને બહાર નીકાળી.

ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂ પછી કરવામાં આવી સફાઇ

ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂ પછી કરવામાં આવી સફાઇ

ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂ જેવી બિમારીઓએ માથું ઉચકતા વડોદરા, સુરત, અમદાવાદ અને અમરેલી ખાતે મલેરિયા વિભાગ અને આરોગ્ય ખાતાએ સફાઇ ઝૂંબેશ ચલાવી દવાઓનો છંટકાવ કર્યો.

નવસારીમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

નવસારીમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

નવસારીમાં આજે સવારે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતા લોકોને ગરમીમાં ઠંડકનો અહેસાસ થઇ ગયો. જો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું.

English summary
September 10: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X