For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન કરી 10 દિવસની માંગ, 19મીએ પટેલો નીકાળશે એકતા યાત્રા

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આનંદીબેન કરી 10 દિવસની માંગ, 19મીએ પટેલો નીકાળશે એકતા યાત્રા

આનંદીબેન કરી 10 દિવસની માંગ, 19મીએ પટેલો નીકાળશે એકતા યાત્રા

સોમવારે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક થઇ. હાર્દિક પટેલની માંગોના જવાબ આપવા માટે રાજ્ય સરકારે પટેલો પાસે 10 દિવસનો સમય માંગ્યો. જે બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિકે જણાવ્યું કે અમે સરકારને 10 દિવસનો સમય આપશું. પણ તે દરમિયાન અમારું આંદોલન ચાલુ રહેશે. 19મીએ અમે ઊંધી દાંડી યાત્રા જેને અમે એકતા યાત્રા નામ આપ્યું છે તે યોજશું. સરકારે આ યાત્રા માટે મંજૂરી નથી આપી તેમ છતાં અમે આ યાત્રા કરીશું.

પાટીદારો સામે ઓબીસીએ પણ ચાલુ કર્યું બેનર્સ વોર

પાટીદારો સામે ઓબીસીએ પણ ચાલુ કર્યું બેનર્સ વોર

ગુજરાતમાં વિવિધ સ્થળો પર પાટીદારોની અનામત માંગની વિરુદ્ધ ઓબીસીમાં આવતા લોકોએ પણ બેનર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે અનામતનો વિરોધ કરતા નેતાઓએ મત માંગવા આવવું નહીં.

પાટીદાર અનામત આંદોલન ગામે ગામ પહોંચ્યું

પાટીદાર અનામત આંદોલન ગામે ગામ પહોંચ્યું

તો બીજી તરફ ગુજરાતના નાના નાના ગામોમાં પણ પાટીદાર અનામત આંદોલન પોતાનો રંગ બતાવી રહ્યું છે. અરવલ્લીના જેતપુર ગામ પણ પાટીદારોએ પોસ્ટર લગાવી બીજેપી-ક્રોંગ્રેસના નેતાઓની નોએન્ટ્રી ફરમાવી.

પાટીદાર અનામત માટેની નવી ટ્રીક; આર્થિક અસહાકર

પાટીદાર અનામત માટેની નવી ટ્રીક; આર્થિક અસહાકર

સાબરકાંઠામાં પાટીદારોએ તેમની અનામતની માંગને પૂરી કરવા માટે નવો રસ્તો અપનાવ્યો. પટેલ સમાજના લોકોએ સાબરકાંઠાની ડિસ્ટ્રીક સેન્ટ્રલ બેંકમાંથી અચાનક નાણાં નીકાળ્યા. એટલું જ નહીં એક કરોડ રૂપિયા ઉપાડી આ આંદોલન સધન કરવાની માંગ પણ કેટલાક પાટીદાર નેતાઓએ કરી.

અમદાવાદના રાયખડમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

અમદાવાદના રાયખડમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

અમદાવાદના રાયખડમાં કેટલાક અસામાજિક તત્વો વચ્ચે સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. વધુમાં તેમણે રાહદારીઓ અને વાહનચાલકો પર પણ પથ્થરમારો કર્યો હતો. અને ઉશ્કેરાયેલા લોકોએ એક ગાળીને પણ આગ ચાંપી હતી. જે બાદ પોલિસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું.

આફ્રિકાના બે ગુજરાતીઓ પર કરાયો હુમલો, એકની મોત એકની હાલત ગંભીર

આફ્રિકાના બે ગુજરાતીઓ પર કરાયો હુમલો, એકની મોત એકની હાલત ગંભીર

સાઉથ આફ્રિકાના પીટર્સબર્ગમાં ગુજરાતી પરિવારના એક ઘરમાં ધૂસીને લૂંટ અને ફાયરિંગ કરવાના કિસ્સામાં જ્યાં એક વ્યક્તિનું મોત થયું છે ત્યાં જ અન્ય એક ગુજરાતી યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

હરિયાળા ગુરુકુળમાં સંતના દુષ્કર્મનો ભોગ બનેલા યુવકે કર્યા અનેક ખુલાસા

હરિયાળા ગુરુકુળમાં સંતના દુષ્કર્મનો ભોગ બનેલા યુવકે કર્યા અનેક ખુલાસા

હરિયાળા ગુરુકુળમાં જે સગીર યુવક સાથે સંત દુષ્કર્મ કર્યો હતો તેણે પોલિસ આગળ અનેક ચોંકવનારા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેના જેવા અનેક છોકરાઓ આ મહંતનો શિકાર બની ચૂક્યા છે પણ ડરના માર્યા કોઇ હજી પણ આ વાતને બધા આગળ સ્વીકારતા નથી. વધુમાં આ યુવકે જણાવ્યું કે મહંત તેમને છોકરીઓના કપડા પહેરાવતા. અને આ અંગે ઉપરના મહંત ફરિયાદ કરવા છતાં તેમણે કંઇ કર્યું નહીં.

અમદાવાદના પાણીપુરી વાળાએ ડુંગળી આપવાનું બંધ કર્યું!

અમદાવાદના પાણીપુરી વાળાએ ડુંગળી આપવાનું બંધ કર્યું!

ડુંગળીના ભાવ હવે ગરીબ માણસને લોહીના આંસુએ રોવડાવી રહી છે. ત્યારે જ તો અમદાવાદના એક પાણીપુરી વાળાએ પોસ્ટર લગાવી જાહેર કર્યું છે કે તેને ત્યાં ગ્રાહકો ડુંગળી માંગવી નહીં.

જૂનાગઢના ઊનામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ

જૂનાગઢના ઊનામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ

જૂનાગઢના ઊનામાં ભર બપોરે ભર ચોમાસા જેવા હાલ ત્યારે થયા જ્યારે 1 કલાકમાં જ ત્યાં 3 ઇંચ વરસાદ ખાબકી પડ્યો. વળી તેના કારણે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા અને સામાન્ય જનજીવન પણ ખોરવાયું.

સુરતમાં સ્વાઇન ફ્લુનો ખતરો 7ના મોત

સુરતમાં સ્વાઇન ફ્લુનો ખતરો 7ના મોત

ગુજરાતમાં ફરી એક ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લુ જેવી બિમારીએ માથું ઊંચું કર્યું છે. સુરતમાં સ્વાઇન ફલુએ અન્ય 7 લોકોનો ભોગ લીધો છે.

દાહોદમાં પોલિસ કસ્ટડીમાં ચોરે કરી આત્મહત્યા

દાહોદમાં પોલિસ કસ્ટડીમાં ચોરે કરી આત્મહત્યા

દાહોદ પોલિસ સ્ટેશનમાં ચોરીના આરોપ હેઠળ પકડાયેલા આરોપી બચુભાઇ પટેલે ગળા ફાંસો ખાઇને પોલિસ સ્ટેશનના લોકઅપમાં જ આત્મહત્યા કરી લીધી.

ભરૂચમાં ગણેશ મંડપમાં બનાવાઇ ચાર ધામોની પ્રતિકૃતિ

ભરૂચમાં ગણેશ મંડપમાં બનાવાઇ ચાર ધામોની પ્રતિકૃતિ

ભરૂચમાં નર્મદાવેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં યમનોત્રી-ગંગોત્રી-બદરી-કેદાર એમ ચાર ધામોની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વધુમાં એક સાથે 5 હજાર દર્શનાર્થીઓ દર્શન લઇ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

English summary
September 15: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X