For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જામનગરની રિલાયન્સમાં મજૂર કોલોનીમાં તોફાન, 4ની મોત

જામનગરની રિલાયન્સમાં મજૂર કોલોનીમાં તોફાન, 4ની મોત

જામનગરમાં આવેલ રિલાયન્સની મજૂર કોલોનીમાં ખોટી પરપ્રાંતીય બિમાર મજૂરના મૃતદેહને બહાર લઇ જવાની મનાઇ ફરમાવતા વિફરેલા મજૂરોએ અનેક વાહનો સળગાવ્યા. જે બાદ પરિસ્થિતિ બગડતા જિલ્લાભરની પોલિસ અને એસ.આર.પીને ઘટનાસ્થળે બોલવવામાં આવી. આ ધટનામાં 100 જેટલા વાહનોને સળગાવવામાં આવ્યા અને પોલિસ ફાયરિંગમાં ત્રણ મજૂરોની મોત થઇ અને 2 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

સેલ્ફી વિથ ડોટર મામલે અમદાવાદમાં થઇ બબાલ

સેલ્ફી વિથ ડોટર મામલે અમદાવાદમાં થઇ બબાલ

ગુરુવારે, મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં સેલ્ફી વીથ ડોટરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ દ્વારા ગુનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાનો અને અનોખી રીતે મોદીના બર્થ ડેને ઉજવવાનો કાર્યક્રમ હતો. જો કે દરેક સેલ્ફી દીઠ 10,000 રૂપિયા મળશે તેવી અફવા ઉડતા મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા. અને પછી તે જ મામલે બબાલ થયો. વધુમાં મંચ પર લોકો વધતા મંચ પડ તૂટી પડ્યો અને લોકો તોડફોડ પણ કરી જેના લીધે 10 જેવા લોકો ઇજાગ્રસ્ત થયા.

મહેસાણામાં દૂધસાગર ડેરીની સભામાં વિપુલ ચૌધરીની હાજરીએ મચાવ્યો હોબાળો

મહેસાણામાં દૂધસાગર ડેરીની સભામાં વિપુલ ચૌધરીની હાજરીએ મચાવ્યો હોબાળો

મહેસાણાની દૂધ સાગર ડેરીની સામાન્ય સભામાં વિપુલ ચૌધરીને પ્રવેશ ના મળતા હોબાળો મચ્યો. જે બાદ વિપુલ ચૌધરી અહીં ધરણા પર બેસી ગયા. નોંધનીય છે કે વિપુલ ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન છે. અને તેમની પર ડેરીમાં નાણાંકીય કૌભાંડ કરવાનો આરોપ છે. ત્યારે વિપુલ ચૌધરીની હાજરીના લીધે આ બેઠક 5 મિનિટમાં જ આટોપાઇ ગઇ.

લાઇટો બંધ કરીને અનામત માંગવાનું, રાજકોટની બેઠકમાં નક્કી કરાયું

લાઇટો બંધ કરીને અનામત માંગવાનું, રાજકોટની બેઠકમાં નક્કી કરાયું

રાજકોટમાં પાટીદારોની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક ગુરુવારે મળી હતી. જેમાં 25મી તારીખે રાતના 9 વાગ્યે અડધો કલાક લાઇટો બંધ કરીને અનામત માંગવાની અને અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે જ 26મી આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ઘાજંલિ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું.

અલ્પેશ ઠાકોરે સરકારને સંધર્ષ માટે તૈયાર રહેવાની ચિમકી ઉચ્ચારી

અલ્પેશ ઠાકોરે સરકારને સંધર્ષ માટે તૈયાર રહેવાની ચિમકી ઉચ્ચારી

સુરતમાં ઓબીસી સમાજનું સંમેલન મળ્યું હતું. જેમાં તેમના નેતા અલ્પેશ ઠાકરે સરકારને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની વાત કરતા કહ્યું હતું કે જો સરકાર જલ્દી જ કોઇ નિર્ણય નહીં લે તો ઓબીસી સમાજ દ્વારા અમદાવાદમાં એક કરોડ અને સુરતમાં પાંચ લાખ લોકોની એક રેલી નીકાળવામાં આવશે. વધુમાં તેમણે સરકાર સાથે સંધર્ષ અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેના ખરાબ પરિણામોની ચિમકી પણ ઉચ્ચારી હતી. નોંધનીય છે કે ઓબીસી સમાજ પટેલ અનામત આંદોલનનો જડમૂળથી વિરોધ કરે છે.

વધુ એક ગુજરાતીની આફ્રિકા થઇ મોત

વધુ એક ગુજરાતીની આફ્રિકા થઇ મોત

બરોડા પાસે આવેલ વાલમ ગામના મૂળવતની એવા હનીફ મહોમ્મદની સાઉથ આફ્રિકામાં ધાતકી હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે તેમના ઘરમાં ધૂસી તેમને રહેસી નાંખવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ત્રીજી ધટના છે જેમાં કોઇ ગુજરાતીનું આફ્રિકામાં આ રીતે મોત થયું હોય આ ધટના બાદ સાઉથ આફ્રિકામાં રહેતા ગુજરાતી પરિવારોમાં ભયગ્રસ્ત થયા છે.

લોકસભાની ચૂંટણીમાં રાહુલના બદલે પ્રિયંકા હોત તો મોદી હારી જાત: પાઇલોટ બાબા

લોકસભાની ચૂંટણીમાં રાહુલના બદલે પ્રિયંકા હોત તો મોદી હારી જાત: પાઇલોટ બાબા

રસિદ્ધ ભવિષ્યવેત્તા અને સંન્યાસી એવા પાઇલોટ બાબાએ રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યારે પત્રકારો જોડે વાતચીત કરતા પાઇલોટ બાબાએ મોદી અને રાહુલ ગાંધી બન્નેના વખાણ કર્યા હતા. અને કહ્યું હતું કે જો લોકસભાની ચૂંટણીમાં ક્રોંગ્રેસે રાહુલના બદલે પ્રિયંકાને કમાન સોંપી હોત તો કદાચ મોદી હારી ગયા હોત.

અમદાવાદમાં એએમટીએસે એક રાહદારીના પ્રાણ લીધા

અમદાવાદમાં એએમટીએસે એક રાહદારીના પ્રાણ લીધા

અમદાવાદના ચકાલા નાકા પાસે એક એએમટીએસ બસે એક રાહદારી યુવકને કૂંચડી નાંખ્યો. લોકોના કહેવા મુજબ સ્પીડમાં આવતી બસનું સંતુલન બગડતા યુવાન તેની હડફેટે ચડી ગયો અને જેના કારણે તેની મોત થઇ હતી.

મુદ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગે પકડ્યો દાણચોરીનો માલ

મુદ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગે પકડ્યો દાણચોરીનો માલ

મુદ્રા એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે બાતમીના આધારે 7 સ્કેપ કન્ટેનરમાંથી દાણચોરીનો માલ પકડી પાડ્યો છે. આ માલ UAEથી લુધિયાણા જઇ રહ્યો હતો.

અમદાવાદમાં સ્વતંસરીની ઉજવણી

અમદાવાદમાં સ્વતંસરીની ઉજવણી

ગુજરાતભરમાં જૈન સમાજ દ્વારા સ્વતંસરીની ઉજવણી મોટે પાયે કરવામાં આવી. ત્યારે જ અમદાવાદમાં પણ વિવિધ દેરાસરોમાં ભગવાનની પૂજા અચર્ના કરાઇ.

અમદાવાદમાં ACBએ શ્રમ વિભાગના અધિકારીને 1.25 લાખની લાંચ લેતા ઝડપ્યા

અમદાવાદમાં ACBએ શ્રમ વિભાગના અધિકારીને 1.25 લાખની લાંચ લેતા ઝડપ્યા

અમદાવાદની ભષ્ટ્રાચાર વિરોધી શાખાએ શ્રમજીવી વિભાગના ક્લાસ વનના અધિકારીને 1.25 લાખની લાંચ લેતા રંગે હાથે પકડ્યા છે. એસીબીએ છટકું ગોઠવી આ ધરપકડ કરી છે. વધુમાં અધિકારીના ઘરેથી 37 લાખની રોકડ રકમ અને 8 બેંકોના એકાઉન્ટમાંથી 73 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પંડાલ વિવાદ: ક્રોંગી નેતાએ કમિશ્નરની ઓફિસમાં ગણપતિ સ્થાપ્યા

રાજકોટમાં પંડાલ વિવાદ: ક્રોંગી નેતાએ કમિશ્નરની ઓફિસમાં ગણપતિ સ્થાપ્યા

રાજકોટમાં પંડાલ મામલે ચાલી રહેલા વિવાદે હવે એક નવો વળાંક આવ્યો છે. ગુરુવારે રાજકોટ ક્રોંગ્રેસી નેતાઓએ આ મામલે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસમાં હોબાળો કરી ઓફિસમાં ગણપતિની સ્થાપના કરતા બાબલ મચી હતી. જે બાદ પોલિસે 20 લોકોની અટકાયત કરી છે.

ધાનેરાના ગામમાં થઇ 13 લાખની ચોરી

ધાનેરાના ગામમાં થઇ 13 લાખની ચોરી

બનાસકાંઠાના ધાનેરા પાસે આવેલ પેગિયા ગામે દૂધ મંડળીની ઓફિસમાં થઇ ચોરી. ચોરોએ ઓફિસના કબાટ તોડી 13 લાખની રોકડ રકમ ઉઠાવી ગયા.

અમરેલીમાં પાઇપ ચોરી કરતી ગેંગ પકડાઇ

અમરેલીમાં પાઇપ ચોરી કરતી ગેંગ પકડાઇ

અમરેલીમાં પાછલા કેટલાય વખતથી આંતક ફેલાવતી પાઇપ ચોરતી ગેંગેને પોલિસે ઝડપી પાડી છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો માલમુદ્દો મળ્યો છે.

અમદાવાદમાં મોદી માટે કરાઇ 108 દિવાની આરતી

અમદાવાદમાં મોદી માટે કરાઇ 108 દિવાની આરતી

ગુરુવારે, અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બોડકદેવ બીજેપી અને સોક્રેટીસ એજ્યુકેશન ટ્રસ્ટે, વસ્ત્રાપુર ખાતે પરમેશ્વર મહાદેવના મંદિરમાં 108 દિવાની આરતી કરી મોદીનો જન્મદિવસ ઉજવ્યો. સાથે જ તેમણે નરેન્દ્ર મોદીની લાંબી આયુ અને સ્વાસ્થયની પ્રાર્થના પણ કરી.

English summary
September 18: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X