• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

શીંગોદા ડેમ થયો ઓવરફ્લો, રસ્તા પર આવ્યું પાણી

શીંગોદા ડેમ થયો ઓવરફ્લો, રસ્તા પર આવ્યું પાણી

કોડીનારનો શીંગોદા ડેમ 61 ફુટ ની પૂર્ણ સપાટી થી ઓવરફ્લો થતા, ડેમનાં 2 દરવાજા ૦.૧૫ મિટર ખોલાયા હતા. ડેમ માંથી પાણી છોડતા કોડીનારની શીંગવડા નદીમા ઘોડાપુર સર્જાયું હતું. અને રસ્તા પર પણ પાણી ભરાયા હતા. વધુમાં નદીના પૂર જોવા શહેરીજનો નદી ઝાંપે પહોંચ્યા. જો કે પોલીસે ત્યાં ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો. કોડીનારની નાડી પરનાં કોઝવે ઉપરથી 1 ફુટ પાણી વહેતા વાહન વ્યવહાર પણ બંધ કરાયો હતો.

કચ્છમાં ફરીથી અનુભવાયા ભૂકંપના આંચકા

કચ્છમાં ફરીથી અનુભવાયા ભૂકંપના આંચકા

કચ્છમાંથી ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં ધોળાવીરા નજીક 4.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 17 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં હોવાનું નોંધાયું છે. વહેલી સવારે ચાર વાગ્યાના અરસામા આ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સદ્દનસીબે આ આંચકો હળવો હોવાથી જાનહાનિના કોઇ સમાચાર નથી.

વિજય રૂપાણીએ કરી મધરાત્રે 23 IASની બદલી

વિજય રૂપાણીએ કરી મધરાત્રે 23 IASની બદલી

વિજય રૂપાણીની સરકારે રાજયના 23 આઇએએસ અધિકારીની બદલીના ઓર્ડર કર્યા હતા. મોડી રાત્રે રાજ્યના 23 આઈએએસ અધિકારીઓની અલગ અલગ વિભાગમાં બદલી કરાઈ છે. CMOમાંથી અજય ભાદુને ખસેડવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અશ્વિની કુમારને સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વીસી અને સીઈઓ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદના 2 ડેપ્યુટી મ્યુનિસપલ કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. ડી. એચ. શાહને CMOમાં OSD બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, જામનગર અને જુનાગઢના મ્યુનિ. કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે.

મહેસાણામાં એક જ પરિવારના 6એ કેનાલમાં લગાવી મોતની છલાંગ

મહેસાણામાં એક જ પરિવારના 6એ કેનાલમાં લગાવી મોતની છલાંગ

મહેસાણા જિલ્લાના કડી પાસેની નર્મદા કેનાલમા એક જ પરિવારના 6 સભ્યોએ મંગળવારની મોડી રાત્રે મોતની છલાંગ લગાવી હતી. બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના મોખીજા ગામમાં રહેતા ભુરાભાઈ ચૌધરીએ તેમના પત્ની તથા પરિણીત બે પુત્રી અને તેમના બે બાળકો સાથે નર્મદા કેનાલમાં પડતુ મૂક્યું હતું. જોકે ભુરાભાઈને તરતા આવડતું હોવાથી તેઓ બચી ગયા હતા, પરંતુ અન્ય સભ્યો પાણીમાં ડ઼ૂબી ગયા હતા. ભુરાભાઈને પકડવામાં આવતા તેમણે દવાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે કેનાલમાં ડૂબી ગયેલા બે સભ્યોની શોધખોળ હાથ ધરી છે.. જ્યારે ભુરાભાઈની અટકાયત કરીને સઘન તપાસ શરૂ કરી છે.

ઉરી હુમલાના શહીદોને આર્થિક મદદ કરશે આ ગુજરાતી ગ્રુપ

ઉરી હુમલાના શહીદોને આર્થિક મદદ કરશે આ ગુજરાતી ગ્રુપ

ઉરી આતંકી હુમલામાં શહીદ થનાર 17 જવાનાનો બાળકોના અભ્યાસની જવાબદારી સુરતના એક સેવાધારી ગ્રુપ, પી.પી.સવાણી ગ્રુપે ઉઠાવવાની જાહેરાત કરી છે. આ અંગે આ ગ્રુપના પ્રમુખ વલ્લભભાઇ સવાણી આ અંગે જાહેરાત કરી છે કે તે આ તમામ બાળકોનો શિક્ષા અને કોલેજનો ખર્ચો ઉઠાવશે.

સોનગઢમાં ભય ફેલાવનારી દીપડી પાંજરે પૂરાઈ

સોનગઢમાં ભય ફેલાવનારી દીપડી પાંજરે પૂરાઈ

છેલ્લા કેટલાક દિવસથી ઢોરઢાંખરનો શિકાર કરનાર દીપડી છેવટે પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોનગઢના ઉખલદા ગામમાં છેલ્લા અઠવાડીયાથી દેખાદેતી અને વાછરડાનો શિકાર કરનાર કદાવર દિપડી તા.૧૯મીના રોજ છટકું ગોઠવ્યા બાદ પાંજરમાં પૂરાઈ હતી. વન વિભાગે જણાવ્યુ હતું કે આ સાડા ચાર વર્ષની દીપડી છે.

સ્માર્ટ સિટીમાં છેવટે થયો વડોદરાનો સમાવેશ

સ્માર્ટ સિટીમાં છેવટે થયો વડોદરાનો સમાવેશ

ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સીટીની યાદીમાં વડોદરાનું નામ આવ્યું છે. યુનિયન અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એમ. વેંકૈયા નાયડુ દેશના 27 શહરોના નામ જાહેર કર્યા હતા. તેમાં ગુજરાતમાંથી વડોદરાની પસંદગી કરવામાં આવી સ્માર્ટ સીટીમાં વડોદરાનું નામ આવતા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે વડોદરાને સ્માર્ટ નહિ સ્માર્ટેસ્ટ સીટી બનાવવામાં આવશે . જે મુજબ વડોદરાને પાંચ વર્ષ સુધી કેન્દ્ર સરકાર તરફથી 500 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા 250 કરોડ રૂપિયા આપવામાં આવશે. જે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા ખર્ચાશે. જેમાં સ્લ્મ ફ્રી સીટી, સ્વછ સીટી અને પર્યાવણ અંગે કામ કરવામાં આવશે.

સંબંધો લજાયા, કારણ હતું અમેરિકા!

સંબંધો લજાયા, કારણ હતું અમેરિકા!

વલસાડમાં સગી માસીના દીકરા એટલે કે પિતરાઈ ભાઈએ જ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બહાર આવી હતી. તેણે પોતાની પિતરાઇ બહેનને દમણ લઇ જઇ કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતીએ જણાવ્યુ હતું કે પિતરાઈ ભાઇએ તેને લગ્ન કરી અમેરિકા લઈ જવાની લાલચ આપતા કહ્યુ હતું કે તેની સગી બેન અમેરીકા છે અને તેને પણ ત્યાં લગ્ન કરી લઇ જઇશ. જે બાદ તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ કરનાર ભાઇએ આખરે બેનને યુવતીને તરછોડી દેતાં યુવતીએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

English summary
September 21 top local news gujarat bullet news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X