For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આનંદીબેન અને હાર્દિક વચ્ચે થઇ બેઠક

આનંદીબેન અને હાર્દિક વચ્ચે થઇ બેઠક

આજે ગાંધીનગર ખાતે પાટીદાર અનામત સંધર્ષ સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન વચ્ચે બેઠક મળી. સરકાર હાર્દિકની ત્રણ માંગ સ્વીકારી પણ લીધે પણ છેલ્લી ધડીએ હાર્દિકે ફેરવી તોળી આંદોલન ચાલુ રાખવાની વાત કરી.

અલ્પેશ ઠાકોરની ચિમકી, હથિયાર ઉપાડતા અમને પણ આવડે છે

અલ્પેશ ઠાકોરની ચિમકી, હથિયાર ઉપાડતા અમને પણ આવડે છે

હારિજમાં ઓબીસી સમાજની સભામાં ફરી એક વાર અલ્પેશ ઠાકરે પાટીદારોની અનામત માંગ કરી રહેલા લોકોને ફરી એક વાર ચિમકી આપતા કહ્યું હતું કે સચ્ચાઇ માટે હથિયારો અમે પણ ઉપાડી શકીએ છીએ. તેમણે કહ્યું કે હકીકત તો એ છે કે હજી પણ ઓબીસી સમાજ પછાતપણામાં જીવી રહ્યો છે.

અંબાજીમાં આજથી શરૂ થયો ભક્તિનો મહાકુંભ

અંબાજીમાં આજથી શરૂ થયો ભક્તિનો મહાકુંભ

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગુજરાત અને રાજસ્થાન અને મહારાષ્ટ્ર પગપાળા આવતા માતાનો ભક્તોને સેવા માટે અને સમગ્ર મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સચવાઇ રહે તે માટે રાજ્ય સરકાર અને પોલિસ દ્વારા ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 30 ડેમ થયા ઓવરફ્લો, રાજ્યમાં હાઇએલર્ટ

ગુજરાતમાં 30 ડેમ થયા ઓવરફ્લો, રાજ્યમાં હાઇએલર્ટ

દક્ષિણ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે હવે ગુજરાત ભરના વિવિધ વિસ્તારના ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, ખેડા, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, તાપી વિસ્તારોમાં રાજ્ય સરકારે હાઇએલર્ટ જાહેર કર્યો છે.

નવા વિવાદો રાજ્યના રોકાણને રોકી ના દે-શિક્ષણમંત્રીની ટકોર

નવા વિવાદો રાજ્યના રોકાણને રોકી ના દે-શિક્ષણમંત્રીની ટકોર

આણંદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પટેલ અનામત આંદોલન પર કોઇનું નામ લીધા વગર ટકોર કરતા કહ્યું કે વર્લ્ડ બેંક પોતાના રિપોર્ટમાં ગુજરાતને વેપાર ક્ષેત્રે શ્રેષ્ઠ ગણાવ્યું છે. પણ પાછલા કેટલાક સમયથી બનતી ધટનાઓ ગુજરાતનું આ રોકાણ ક્યાંક અટકાવી ના દે. ત્યારે આ મામલે બધાની જવાબગારી બધાની બને છે તેવી વાત ચુડાસમાએ કરી હતી.

વડોદરામાં બિલ્ડર્સ પર પડી આવકવેરાની રેડ

વડોદરામાં બિલ્ડર્સ પર પડી આવકવેરાની રેડ

વડોદરામાં લગભગ 22 જેટલા બિલ્ડર્સની ઓફિસ અને ઘરો પર આવકવેરાના અધિકારીઓએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે આ બાતમી મળ્યા બાદ અન્ય બિલ્ડર્સમાં પણ ફફટાડ વ્યાપી ગયો હતો.

ગણેશ વિસર્જન વખતે નડિયાદમાં 3 ડૂબ્યાં

ગણેશ વિસર્જન વખતે નડિયાદમાં 3 ડૂબ્યાં

નડિયાદની વાત્રક નદીમાં ગણેશ વિસર્જન કરી રહેલા એક યુવક મંડળના 3 યુવકો પાણીમાં ડૂબી ગયા. જે બાદ ફાયરબ્રિગ્રેડના જવાનો આ યુવકોની લાશ કલાકોની મહેનત બાદ બહાર કાઢી હતી.

હારીજમાં આર્થિક સંકડામણથી ત્રસ્ત એક પરિવારે આત્મહત્યા કરી

હારીજમાં આર્થિક સંકડામણથી ત્રસ્ત એક પરિવારે આત્મહત્યા કરી

પાટણના હારિજમાં એક પરિવારે અલગ અલગ રૂમમાં પંખેથી લટકીને આત્મહત્યા કરી. આર્થિક સંકડામણના લીધે પતિ-પત્ની અને પુત્રએ આ અંતિમ પગલું ભર્યું. સોસાયટીના લોકોએ પોલિસ જ્યારે બોલાવી ત્યારે સુસાઇડ નોટના આધારે પોલિસને આ બાતમી મળી.

વલસાડમાં હાર્દિકના પૂતળાની નનામી નીકળી

વલસાડમાં હાર્દિકના પૂતળાની નનામી નીકળી

પાટીદારો માટે અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલના પૂતળાની વલસાડમાં સ્મશાનયાત્રા કાઢવામાં આવી. અને આઝાદ ચોક લોકોએ તેના પૂતળાને અગ્નિદાહ આપ્યો. હાજર લોકોનું માનવું હતું કે હાર્દિક પટેલના આંદોલને કરોડો રૂપિયાની સરકારી સંપત્તિને નુક્શાન પહોંચાડ્યું છે અને ગુજરાતનું નામ ખરાબ કર્યું છે.

English summary
September 22: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X