For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાપત્તા હાર્દિકની ભાળ મળી ફોન આવ્યો; મને કોઇ લઇ જાવ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિકે ફોન કરી કહ્યું ; મને કોઇ લઇ જાવ!

હાર્દિકે ફોન કરી કહ્યું ; મને કોઇ લઇ જાવ!

હાર્દિક પટેલના વકીલનો કહેવું છે કે તેના અને હાર્દિક પટેલના સમર્થકો પર હાર્દિક પટેલનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે ધાંગ્રધા હાઇ વે પર છે. સાથે જ તેણે અહીંથી લઇ જવા માટે પણ કહ્યું હતું. જે બાદ હાર્દિક પટેલના સમર્થકો તેને લેવા ધ્રાંગધા ઉપડ્યા છે.

પોલિસે હાર્દિક પટેલના આરોપોનો આપ્યો રદિયો

પોલિસે હાર્દિક પટેલના આરોપોનો આપ્યો રદિયો

હાર્દિક પટેલને પોલિસ ઉપાડી ગઇ હોવાના ખબર જોર પકડતા ગુજરાત પોલિસે સ્પષ્ટતા આપી છે કે તેણે હાર્દિક પટેલની અટક નથી કરી. અને આ તમામ આરોપો ખોટા છે.

હાર્દિક ટ્વિટ મચાવ્યો બબાલ

હાર્દિક ટ્વિટ મચાવ્યો બબાલ

તો બીજી તરફ મંગળવારે હાર્દિકની એક ટ્વિટે બબાલ મચાવ્યો હતો. હાર્દિક આ ટ્વિટ બાદ પાટણમાં હાર્દિક પટેલની ટીમે પ્રેસ કોન્ફરન્સ કરી અગાઉ ટ્વિટ ખોટી હતી તેમ જણાવી માફી માંગી હતી. અને ટ્વિટમાં પણ કરેક્શન કરાવ્યું હતું.

ગુજરાતમાં વરસાદે સામાન્ય જનજીવન ખોરવ્યું

ગુજરાતમાં વરસાદે સામાન્ય જનજીવન ખોરવ્યું

ગુજરાતમાં વરસાદના કારણે અરવલ્લીના અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઇ ગયા છે. જેમાં ઘનસુરામાં 2 ઇંચ અને ભિલોડા મોડાસામાં દોઢ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને જ્યાં એક બાજુ રાહત થઇ છે ત્યાં જ સામાન્ય જનજીવનને તેનાથી માઠી અસર પહોંચી છે.

અંબાજીના મેળામાં પહેલા દિવસ ઉમટ્યા 1 લાખથી વધુ ભક્તો

અંબાજીના મેળામાં પહેલા દિવસ ઉમટ્યા 1 લાખથી વધુ ભક્તો

અંબાજીમાં પવિત્ર ભાદરવા મહાકુંભના પહેલા દિવસે લગભગ 1 લાખ કરતા વધુ લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વળી અહીં વિશાળ ધજાએ પણ ભારે આકર્ષણ જગાવ્યું હતું.

હારિજના આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક

હારિજના આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક

હારિજમાં એક જ પરિવારના ત્રણ લોકોએ એકી સાથે ગળે ફાંસો ખાધો હતો ત્યારે હાલમાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં સુસાઇડ નોટમાં કેટલાક લોકોના નામ બહાર આવ્યા છે. જે બાદ પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કપડવંજમાં તાલુકા પંચાયત ચૂંટણીમાં પંજો જીત્યો

કપડવંજમાં તાલુકા પંચાયત ચૂંટણીમાં પંજો જીત્યો

કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને પછાડીને ક્રોંગ્રેસ જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના લક્ષ્મણભાઇ ઝાલા વિજય મળી છે.

બનાસ ડેરીમાં ચૂંટણીમાં વિવાદે હિંસાનું સ્વરૂપ લીધું

બનાસ ડેરીમાં ચૂંટણીમાં વિવાદે હિંસાનું સ્વરૂપ લીધું

બનાસ ડેરીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી વહીવટદારની નિમણૂકનો વિવાદ હંસક બન્યો. ઉશ્કેરાયેલા ટોળાએ ઓફિસમાં તોડફોડ કરી વહીવટદારો અને ડિરેક્ટરો જોડે હાથાફાઇ કરી. જે બાદ પોલિસ સ્થિતિ સંભાળવી પડી હતી.

હાર્દિક પટેલને હાઇકોર્ટમાં કરાશે રજૂ

હાર્દિક પટેલને હાઇકોર્ટમાં કરાશે રજૂ

હાર્દિક પટેલના વકીલ આજે મીડિયાને જણાવ્યું હતું કે હાર્દિકની સ્થિતિ સારી હશે તો તેને આજે જ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ હાઇકોર્ટની બહાર પણ ખાસ સુરક્ષા પહેરો કરવામાં આવ્યો છે.

ગૃહપ્રધાન કહ્યું ગુજરાતની શાંતિને ભંગ નહીં થવા દઇએ

ગૃહપ્રધાન કહ્યું ગુજરાતની શાંતિને ભંગ નહીં થવા દઇએ

હાર્દિક પટેલની ઉઠાતરી બાદ રાજ્યના ગૃહપ્રધાન રજની પટેલ કોર્ટની કાર્યવાહી અંગે અને હાર્દિક અંગે વાત કરતા જણાવ્યું કે હાર્દિક પટેલની ધરપકડ થઇને રહેશે. અને અમે ગુજરાતની શાંતિને ભંગ નહીં થવા દઇએ.

હાર્દિકનો દાવો મને આંદોલન છોડવાની મળી ધમકી

હાર્દિકનો દાવો મને આંદોલન છોડવાની મળી ધમકી

હાર્દિક પટેલ મીડિયાને જણાવ્યું કે તેને તેનપુરની સભાથી ઉઠાવી લેવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા લોકોએ તેને ધાક-ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે આંદોલન નહીં છોડે તો તેની મોત પણ થઇ શકે છે. જો કે હાર્દિક કહ્યું હતું કે તે લોકો પોલિસ હતા કે કોણ હતા તેની મન નથી ખબર. પણ તેમણે આજે મને ધાંગ્રધામાં છોડ્યો હતો.

English summary
September 23: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X