For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુવર્ણોના પેકેજને હાર્દિકે લોલીપોલ કહ્યું

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સુવર્ણોના પેકેજને હાર્દિકે લોલીપોલ કહ્યું

સુવર્ણોના પેકેજને હાર્દિકે લોલીપોલ કહ્યું

રાજ્ય સરકાર દ્વારા સુવર્ણો માટે રજૂ કરાયેલા કરોડોના પેકેજ પર પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે તેને લોલીપોપ સમાન ગણાવી. અને પોતાની લડત ચાલુ રાખવાની હાકલ પણ કરી. જે બાદ રાજકોટના પાટીદારોએ પણ આનંદીબેનના પોસ્ટર આગળ લોલીપોપ મૂકી વિરોધ નોંધાવ્યો.

મક્કા દુર્ધટનામાં માર્યા ગયા 9 ભારતીયો

મક્કા દુર્ધટનામાં માર્યા ગયા 9 ભારતીયો

ગુરુવારે મક્કામાં શેતાનને પથ્થર મારતી વખતે થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા 14 ભારતીયો માંથી 9 ગુજરાતીઓ છે તેવી માહિતી વિદેશ મંત્રાલયે આપી છે. આ ઉપરાંત બે તમિલનાડુ, બે ઝારખંડ અને એક મહારાષ્ટ્રના ભારતીય હજયાત્રીનું મૃત્યુ થયું છે.

આનંદીબેન- કંઇ મુશ્કેલી હોય તો આવજો આ સરકાર 2017 સુધી રહેશે

આનંદીબેન- કંઇ મુશ્કેલી હોય તો આવજો આ સરકાર 2017 સુધી રહેશે

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુરુવારે સુવર્ણો માટે વિશેષ પેકેજ જાહેર કર્યું જે બાદ પટેલ અનામત અંગે પ્રશ્નો પૂછતા આનંદી કહ્યું કે આટલું કરવા છતાં જો કોઇને મુશ્કેલી હોય તો આવજો આ સરકાર 2017 સુધી રહેવાની છે. અને ચર્ચા દ્વારા અમે ઉકેલ લાવી દઇશું.

સુરતમાં ઉમા ભારતએ મોદીના કર્યા વખાણ

સુરતમાં ઉમા ભારતએ મોદીના કર્યા વખાણ

કેન્દ્રિય મંત્રી ઉમાભારતી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ગંગા નદી માટે વડાપ્રધાન જે રીતે આગળ આવ્યા છે તે વખાણવા લાયક છે. સાથે ઉમાભારતી બેટી બચાવ આંદોલનની રેલીને પણ લીલી ઝંડી આપી હતી.

અંબાજીમાં ભક્તિના ટોળે ટોળા ઉમટ્યા

અંબાજીમાં ભક્તિના ટોળે ટોળા ઉમટ્યા

અંબાજીના મહાકુંભના ત્રીજા દિવસે લગભગ 3 લાખ લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા મેળવી. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં જય અંબેના નારાથી અંબાજીની આસપાસનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.

ભાવનગરમાં લાલજી પટેલ સામે ગુનો નોંધાયો

ભાવનગરમાં લાલજી પટેલ સામે ગુનો નોંધાયો

લાલજી પટેલ સામે ભાગવનગરમાં જિલ્લા કલેકટરના ફરમાનની અવગણના કરવાના આરોપ પોલિસ ચોપડે નોંધવામાં આવ્યો. ભાવનગરમાં જિલ્લા કલેક્ટરે કોઇ પણ જ્ઞાતિ કે સમાજના સમર્થનમાં લખતા બેનર લગાવાની મનાઇ ફરમાવી છે. તેનું ઉલ્લંધન કરવા મામલે લાલજી પર ફરિયાદ નોંધવામાં આવી છે.

અમેરિકામાં પટેલોએ કર્યો મોદીનો વિરોધ

અમેરિકામાં પટેલોએ કર્યો મોદીનો વિરોધ

અમેરિકાના પટેલોએ મોદી સામે પોતાનો વિરોધ ચાલુ રાખવાની વાત ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું કે મીડિયામાં તેવી અફવા છે કે પટેલો વિરોધ નહીં કરે પણ અમે યુએન મહાસભા વખતે અમારો વિરોધ મોદીને જરૂરથી બતાવીશું.

English summary
September 25: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X