For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલની ગાંધીગીરીનો થયો ફિયાસ્કો

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલની ગાંધીગીરીનો થયો ફિયાસ્કો

હાર્દિક પટેલની ગાંધીગીરીનો થયો ફિયાસ્કો

રાજ્યના પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ આજે પોતાની અનામતની માંગ સાથે અમદાવાદના ઠક્કરનગરના ઘારાસભ્ય વલ્લભ કાકડિયાને મળવા જવાના હતા અને ગાંધીગીરી દ્વારા ગુલાબનું ફૂલ આપીને તેમને અનામત અંગે વાત કરવાના હતા. જો કે આ બધુ થાય તે પહેલા જ ઘરાસભ્યના ઘર આગળ 1100થી વધુ પોલિસ અને પેરામિલિટરીના જવાનોને તૈનાત કરી દઇને રાજ્ય સરકારે હાર્દિકને કારમાંથી ઉતરવા જ ના દીધો અને તેને બહારથી રવાના કરી દીધો.

હાર્દિક પટેલ કહ્યું કાર્યક્રમ ચાલુ રાખશું

હાર્દિક પટેલ કહ્યું કાર્યક્રમ ચાલુ રાખશું

જો કે અમદાવાદમાં થયેલા આ ફિયાસ્કા બાદ હાર્દિક પટેલ સરસપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે ભલે પોલિસે અમને આમ કરતા અટકાવ્યા પણ અમે અમારો આ કાર્યક્રમ ચાલુ રાખશું. વધુમાં તેણે કહ્યું કે આવતી કાલે અમે મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલને ફૂલ આપવા જઇશું.

દક્ષિણ આફ્રિકામાં આણંદના પટેલ યુવકની કરાઇ હત્યા

દક્ષિણ આફ્રિકામાં આણંદના પટેલ યુવકની કરાઇ હત્યા

મૂળ આણંદના નિવાસી બિરેનની દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં કરણપ્રિય હત્યા કરવામાં આવી છે. છેલ્લા દસ વર્ષથી પ્રિટોરિયામાં રહેતા 35 વર્ષિય બિરેનનું ત્યાંના સ્થાનિક યુવકો હત્યા કરી છે. બિરેનનું ગળું આ યુવકોએ તીક્ષ્ય હથિયારી ધા મારી કાપી નાખ્યું હતું. જે બાદ તેનો પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો છે.

GMDC લાઠીચાર્જમાં પોલિસને ક્રાઇમ બ્રાન્ચે આપી ક્લીન ચીટ

GMDC લાઠીચાર્જમાં પોલિસને ક્રાઇમ બ્રાન્ચે આપી ક્લીન ચીટ

અમદાવાદમાં રપમી ઓગસ્ટના રોજ પાટીદાર સમાજની અનામત રેલી અને મહાસભામાં હાર્દિક પટેલની ધરપકડ બાદ થયેલ લાઠીચાર્જ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસને ક્લીન ચીટ આપી છે. ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રએ કહ્યું કે આ અંગે તે પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે.

બિફ મામલે ગુજરાત સરકારના હોર્ડિંગ્સ સર્જ્યો વિવાદ

બિફ મામલે ગુજરાત સરકારના હોર્ડિંગ્સ સર્જ્યો વિવાદ

અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા શહેર ભરમાં લગાવેલા હોર્ડિંગ એક નવો વિવાદ સર્જ્યો છે. આ હાર્ડિંગમાં ગુજરાત સરકારે દાવો કર્યો છે કે કુરાનમાં પણ બિફ ખાવાની મનાઇ કરવામાં આવી છે. ગૌરક્ષાને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા આ હાર્ડિંગે હવે વિવાદ સજ્યો છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો આ વાતને નકારતા કહ્યું છે કે કુરાનમાં આવું ક્યાંય પણ નથી લખું. તો બીજી તરફ ક્રોંગ્રેસ પણ આ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ

અંબાજી ખાતે 22 થી 28 સપ્ટેમ્બરના રોજ થનારા ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ મેળામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 100 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. સાથે જ ચાંપતો પોલિસ બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે.

મહેસાણાની કોર્ટે બળાત્કારી મોહનલાલ ફટકારી 30 વર્ષની સજા

મહેસાણાની કોર્ટે બળાત્કારી મોહનલાલ ફટકારી 30 વર્ષની સજા

કડીના બહુચર્ચિત બળાત્કારના કેસ જેમાં શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની પુત્ર એક આધેડ વ્યક્તિ મોહનલાલે ઉપાડી જઇ તેની હવસનો શિકાર બનાવી હતી. અને પછી તેને હત્યા કરીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારે મહેસાણાની સ્પેશ્યલ કોર્ટે બળાત્કારી મોહનલાલને 30 વર્ષની આકરી સજા ફટકારી છે.

સૌરઊર્જી ચાલતી બસ ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડશે

સૌરઊર્જી ચાલતી બસ ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડશે

આજે, ગાંધીનગર ખાતે નાણાં મંત્રી સૌરભ પટેલે સૌરઊર્જાથી ચાલતો પરિવહન વહાનોનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે આગમી દિવસોમાં આ બસો ગાંધીનગર અમદાવાદ વચ્ચે પણ દોડશે.

English summary
September 8: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X