નૈરોબી હુમલામાં 68ના મોત, સાત ગુજરાતીઓના મોત
નૈરોબી, 23 સપ્ટેમ્બર : કેન્યાના એક શોપિંગ મોલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાત ભારતીઓના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે તેમાંથી મોટા ભાગના ગુજરાતના રહેનારા છે, જોકે અધિકારીક રીતે હજી સુધી બે ભારતીયોના મોત થયાની ખરાઇ કરવામાં આવી છે.
આ શોપિંગ મોલમાં થયેલા આતંકી હુમલામાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મરનારા લોકોમાં 7 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે જેમની સાથે મરનારની સંખ્યા 68 થઇ ગઇ છે જ્યારે 175થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે.

કેન્યાની સેના અનુસાર, ઇસ્લામી બંધૂકધારીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલ મોટાભાગના લોકોને છોડાવી લેવામાં આવ્યા છે અને મોલનો મોટા ભાગનો વિસ્તાર હવે સુરક્ષિત છે. જોકે મોલ હજી આંતકવાદીઓના કબ્જામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોલ કચ્છના ઉદ્યોગપતિ લક્ષ્મણભાઇ એન્ડ કંપનીએ બનાવડાવ્યો હતો.
નૈરોબી આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે જેમના નામની યાદી આ પ્રમાણે છે:
1. મિતુલ શાહ(જામનગર)
2. રાજેન સોલંકી(જામનગર)
3. અનુજ શાહ(જામનગર)
4. જ્યોતિ વાયા(રાજકોટ)
5. માલતિ વાયા(રાજકોટ)
6. નેહા મશરૂ(જામનગર)
7. નેહલ વાકેરિયા(ભુજ)












Click it and Unblock the Notifications
