For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર બોલ્યા શંકરસિંહ વાઘેલા- મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમ

મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમઃ શંકરસિંહ વાઘેલા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતની રાજનીતિનું મોટું માથું ગણાતા શંકર સિંહ વાઘેલાએ પૂર્વ પીએમ મનમોહન સિંહનાં વખાણ કર્યાં. મનમોહન સિંહ પર બનેલ ફિલ્મ ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર થઈ રહેલ વિવાદ પર હંમેશા મનમોહન સિંહનું કામ બોલ્યું છે. તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમ હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પણ તેમના પર ભારે નિશાન સાધ્યું હતું. વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પંજો છોડી દીધો હતો. અગાઉ તેઓ ભાજપમાં પણ હતા.

મનમોહન સિંહે પ્રચાર નહિ દેશ માટે કામ કર્યું

મનમોહન સિંહે પ્રચાર નહિ દેશ માટે કામ કર્યું

શંકરસિંહ વાઘેલાએ રવિવારે કહ્યું કે મનમોહન સિંહે પ્રચાર મેળવવાની લાલસા નહિ બલકે દેશની સેવા માટે કામ કર્યાં છે. આ ખૂબી એમને દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમ બનાવે છે. વાઘેલાએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નામ પર જનતાના પૈસા બરબાદ કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ મનમોહન સિંહ દિવસ રાત કોઈપણ પ્રચાર વિના કામ કરતા રહ્યા.

દેશને મુશ્કેલીના સમયે આર્થિક મંદીમાંથી બચાવ્યો

દેશને મુશ્કેલીના સમયે આર્થિક મંદીમાંથી બચાવ્યો

મનમોહન સિંહ ઓછા બોલતા હોવાને પગલે કેટલાક નેતાઓએ તેમના પર નિશાન બનાવ્યા પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મનમોહન સિંહે 10 વર્ષ સુધી આર્થિક મંદીથી દેશને બચાવ્યો, એ પણ એવા સમયે જ્યારે દુનિયામાં મંદીનો દશકો ચાલી રહ્યો હતો. આ એમની ખૂબી હતી. તેઓ ભાષણ નહોતા આપતા રહ્યા, બલકે કામ કર્યું અને આજે પણ કામ બોલી રહ્યું છે.

દેશ આજે 15 વર્ષ પાછળ જતો રહ્યો છે

દેશ આજે 15 વર્ષ પાછળ જતો રહ્યો છે

શંકર સિંહ વાઘેલાએ પીએમ મોદીનું નામ લીધા વિના ઈશારામાં તેમની ભારે આલોચના કરી. વાઘેલાએ કહ્યું કે 2014માં લોકો વિકાસની વાતો કરી સત્તામાં આવ્યા, તેમણે કામ કરવાને બદલે લોકોનો મજાક બનાવીને રાખી દીધો. નોટબંધી અને જીએસટી જેવા કામ કર્યાં, જેનાથી દેશ 15 વર્ષ પાછળ જતો રહ્યો. કેન્દ્ર સરકારે 2018-19માં ઓબીસી સમુદાયના કલ્યાણ માટે માત્ર 1800 કરોડ રૂપિયાની વહેંચણી કરી અને 5000 કરોડ રૂપિયાથી વધુ જાહેરાતો પાછળ ખર્ચી નાખ્યા. ઓબીસીના કલ્યાણથી વધુ સરકાર મૂર્તિ બનાવવા પાછળ ખર્ચો કરી રહી છે.

‘સૂર્પણખાથી લઈ વિંછી... ' સુધી ખાનગી હુમલાઓના એ તીર જે 2018માં ખૂબ ચાલ્યા ‘સૂર્પણખાથી લઈ વિંછી... ' સુધી ખાનગી હુમલાઓના એ તીર જે 2018માં ખૂબ ચાલ્યા

English summary
shanker sinh vaghela react over accidental prime minister says manmohan singh worlds best pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X