શંકરસિંહે વાઘેલા: "હું મારી જાતને CMની રેસમાંથી વિડ્રો કરું છું"

Posted By:
Subscribe to Oneindia News

અમદવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા "કોંગ્રેસ આવે છે" નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એક પછી એક અનેક ઘટસ્ફોટ કર્યા હતા. બાપુના ભાષણ પહેલા જ મુખ્યમંત્રી જાહેર કરો તેવા નારા કોંગ્રેસી નેતાઓ દ્વારા બોલાતા, શંકરસિંહે સ્પષ્ટતા આપી હતી કે તે સીએમ પદની રેસમાં નથી. આ અંગે બોલતા શંકરસિંહે જણાવ્યું કે "હું સીએમ પદની રેસમાં નથી અને હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું. વધુમાં તેમણે કહ્યું કે ભરતસિંહ હોય કે સિદ્ધાર્થભાઇ કોઇ સીએમની રેસમાં નથી. અને અમારી વચ્ચે કોઇ હરીફાઇ નથી. બહુમતીઆવે પછીનો આ સવાલ છે. પણ હાલ હું મારી જાતને સીએમની રેસમાંથી વિડ્રો કરું છું"

sankarsinh vagela

પવાર સાથે ચર્ચા

એનસીપી નેતા શરદ પવાર સાથેની મુલાકાત અંગે બોલતા શંકર સિંહ વાધેલા કહ્યું કે ભાજપને અટકાવવા માટે પવાર સાથે ચર્ચા કરી હતી. જો તેમણે કાર્યકરોને એમ પણ કહ્યું હતું કે હવે દિલ્હી જઇશ તો તમને પુછીને જઇશ. નોંધનીય છે કે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પણ કમર કસી લીધી છે. આજના કાર્યક્રમ થતી કોંગ્રેસે પોતાના આંતરિક વિવાદો બાજુમાં મૂકી એક સાથે ભાજપ સામે ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.

Read also: કોંગ્રેસ આપશે 20 ટકાની આર્થિક અનામત: કોંગ્રેસ આવે છે!

English summary
Shankersinh Vaghela: I am not in the race of CM. Read here what else Congress opposition leader says on it.
Please Wait while comments are loading...