મહાત્મા ગાંધીના પૌત્રવધુ ડૉ. શિવાલક્ષ્મી ગાંધીનું 96 વર્ષે નિધન
મહાત્મા ગાંધીના પૌત્રવધુ ડૉક્ટર શિવા લક્ષ્મી કનુભાઈ ગાંધીનું સુરતમાં નિધન થયું. 94 વર્ષીય ડૉ. શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા 2 વર્ષથી સુરતના ભીમરાડ ખાતે રહેતાં હતાં. સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ મુજબ આજે ડૉ. શિવાલક્ષ્મી ગાંધીની અંતિમવિધિ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં પતિ કનુભાઈ ગાંધીના નિધન બાદથી જ ડૉ. શિવાલક્ષ્મી ગાંધી એકલવાયું જીવન વિતાવી રહ્યા હતા, દિલ્હીના માહોલથી પરેશાન થઈ તેઓ 2018માં દિલ્હીથી સુરત સ્થળાંતરિત થઈ ગયાં હતાં.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર કનુભાઈ ગાંધી અને પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મી ગાંધી 4 વર્ષ પહેલા ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે ગાંધી દંપત્તિ પાસે રહેવા માટે છત પણ ના હોવાનું અને દિલ્હીના વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર હોવાનું માલૂમ પડ્યું. કનુબાઈ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ત્રીજા દીકરા રામદાસ ગાંધીના એકમાત્ર સંતાન છે.
જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં ઉછરેલા ડૉક્ટર શિવા લક્ષ્મીના પિતા મોટા વેપારી હતા. ઈંગ્લેન્ડમાં જ ડૉકક્ટર શિવાલક્ષ્મીએ પીએચડી કરી અને પ્રોફેસર બન્યા. તેમની પાસે અમેરિકી નાગરિકતા હતી.
Covid 19 Test મામલે ગુજરાત પાંચમા નંબરે, કુલ 95000થી વધુ ટેસ્ટ થયા