• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વીડિયો: શ્રાવણ મહિનાની શરૂઆત, ઘરે બેઠા કરો સોમનાથજીના દર્શન

|

શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થતા જ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. દેવાધિદેવ મહાદેવને ખુશ કરવાનો પર્વ તેવા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મંદિરમાં આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.

12 જ્યોતિલિંગ માંથી પહેલા તેવા સોમનાથના આ લિંગને વિશેષ રીતે સજાવીને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને જોતા મંદિર પ્રશાસને પૂરતી તૈયારીઓ કરી હતી.

વધુમાં શ્રદ્ધાળુઓ દર્શનથી લઇને રોકાણ કરી શકે તે માટે તમામ તૈયારીઓ આ વખતે કરવામાં આવી છે. સાથે જ નિશુલ્ક ચા-પાણી તેમજ રાત્રી રોકાણ માટે વોટરપ્રૂફ ડોમ, મેડિકલ સુવિધા, તેમજ લોકર રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે. વળી હાલ મંદિરને મળી રહેલી ધમકીઓને જોતા કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંદિરને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમજ એસઆરપી કંપનીને તૈનાત પણ કરાઇ છે.

ત્યારે ઘરે બેઠા ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની વિશેષ પૂજાના દર્શન કરો અહીં....

English summary
Shravan Special Puja Of Somnath Mandir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X