• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સીમેન્સ ગુજરાતમાં સ્થાપશે સેન્ટર ઓફ એક્સલેન્સ, 1200 કરોડનો કરાર

|
Google Oneindia Gujarati News

મહેસાણા, 14 ઓક્ટોબરઃ મહેસાણા જિલ્લાના મેવડ ખાતે રાજ્યની પ્રથમ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળની અંદાજીત 60 કરોડના ખર્ચે તૈયાર થયેલ એન્જીનીયરિંગ કોલેજ ગુજરાત પાવર રીસર્ચ અને એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટનું લોકાર્પણ મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યની છ એન્જીનીયરીંગ કોલેજો અને મે.સીમેન્સ ઇન્ડસ્ટ્રીઝ સોફ્ટવેર સાથે સેન્ટર ઓફ એક્સલેન્સ સ્થાપિત કરવા માટેના સમજુતી કરાર કરવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે સેન્ટર ઓફ એક્સલન્સ થકી ઇન્ડસ્ટ્રીઝ,ઓટો ઇન્ડ્રસ્ટ્રીઝ,એરો સ્પેસ,ડીફેન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ તથા શીપ બિલ્ડીંગ વગેરે ક્ષેત્રેને લગતી તકનીકી તાલીમ અને જુદા જુદા પ્રમાણપત્ર અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવશે.આ સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સ્ટુડન્ડ પ્રોફાઇલ એસસમેન્ટ એન્ડ સર્ટીફીકેશન કોર્સની કાર્યવાહી કરવામાં આવશે.આ યોજના થકી આગામી ત્રણ વર્ષમાં 69,000 તાલીમબધ્ધ રોજગારી આપવાનો અંદાજ છે.ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોમાં ખાસ કરીને ઇજનેરી ડિપ્લોમા,આઇ.ટી.આઇમાં ભણતાં વિધાર્થીઓને અધતન ટેકનોલોજી શીખવાનો લાભ મળશે તેમજ રોજગારી મળશે.

આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય અને માર્ગ મકાન મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ઔધોગિક ક્રાંતિ થકી રોજગારીનું સર્જન થયું છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલને આજે સમ્રગ દેશે અપનાવ્યું છે.રાજ્ય સરકારની નફો કરતી કંપનીઓ સામાજિક જવાબદારીના ભાગ રૂપે રાજ્યના લોકોના હિતમાં રૂપિયાનો ઉપયોગ કરે તે માટે આ યોજના અમલી બનાવી હતી.મંત્રીએ આરોગ્ય વિભાગ માટે પણ કંપનીઓ પોતાના હિસ્સો આપે તેવો અનુરોધ ઉધોગ મંત્રીને કર્યો હતો.

ગુજરાત પાવર કંપનીને 1 રૂપિયા ટોકનમાં જમીન

ગુજરાત પાવર કંપનીને 1 રૂપિયા ટોકનમાં જમીન

મંત્રીએ મવેડ ગ્રામ પંચાયતે 1 રૂપિયા ટોકનમાં ગુજરાત પાવર કંપનીને આ જમીન સોંપી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી આનંદી બેન પટેલનો પણ મહેસાણામાં એમ.ઓ.યુમાં સહકાર બદલ આભાર માન્યો હતો.મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં જાપાનની સ્કુટર કંપની 1200 કરોડના ખર્ચ દર વર્ષે 12 લાખ મોટરનું ઉત્પાદન
કરનાર છે.

આ વિસ્તાર આગામી સમયમાં ઓટોમાબાઇલ હબ થશે

આ વિસ્તાર આગામી સમયમાં ઓટોમાબાઇલ હબ થશે

આ ઉપરાંત મારૂતિ સહિત હોન્ડા કાર કંપની માટે પણ આયોજન થઇ રહ્યું છે.જેથી આ વિસ્તાર આગામી સમયમાં ઓટોમાબાઇલ હબ થશે તેમ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ઉધોગો સતુલન વિકાસ કરશે. ટુંક સમયમાં અમદાવાદ મહેસાણા અને પાટણ ખાતે માટા ઓટોમાબાઇલ ઉભા થનાર છે. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ઉત્પાદનો શરૂ થશે.

રાજ્યનો અવિરત વિકાસ

રાજ્યનો અવિરત વિકાસ

આ પ્રસંગે ઉર્જા અને ઉધોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દશકમાં રાજ્યનો અવિરત વિકાસ થઇ રહ્યો છે જે ગતિશીલ ગુજરાત થકી આગળ વધી રહ્યો છે.રાજ્યમાં મેન્યુફેક્ચરીંગ હિસ્સો 27.1 ટકાથી વધારી 32 ટકા કરાવનો અંદાજ રાખેલ છે. તેમણે વધું જણાવ્યું હતું કે જી.પી.સી.એલ દ્વારા મહેસાણામાં 50 કરોડના ખર્ચે 1500 થી 2000 વિર્ધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાઇ રહ્યું છે.આ પ્રકારની રાજ્ય સરકારની કંપનીઓ દ્વારા વડોદરા,રાજપીપળા,અમરેલી,કપડવંજ,દહેજ,સુરેન્દ્રનગર અને નવસારીમાં આ પ્રકારની કોલેજ શરૂ થવાની છે.

સીમેન્સનો ઐતિહાસિક કરાર

સીમેન્સનો ઐતિહાસિક કરાર

મંત્રીએ સીમેન્સના ઐતિહાસિક કરાર બાબતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની છ એન્જીનીયરીંગ કોલેજો સાથે સેન્ટર ઓફ એક્સલેન્સનો કરાર થયો છે. આગમી સમયમાં 5 કોલેજો સાથે કરાર થયો હતો. રાજ્યમાં 11 કોલેજોમાં સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના થઇ છે. છ કોલેજમાં પાટણ,મહેસાણા,રાજકોટ,મોરબી,ભાવનગર અને જામનગર એન્જીનીયરીંગ કોલેજો સાથે કરાર થયો હતો.

ઉચ્ચ ગુણવત્તા વાળા હાર્ડવેર અને સોફટવેર મળશે

ઉચ્ચ ગુણવત્તા વાળા હાર્ડવેર અને સોફટવેર મળશે

આ કરારમાં સંસ્થા દ્વારા 7500 સ્કેવરની જગ્યા આપશે.સીમેન્સ એક સંસ્થા પાછળ 119 કરોડ અને રાજ્ય સરકાર 17 કરોડ ખર્ચ કરનાર છે.છ કોલેજોમાં સીમેન્સ 714 કરોડ અને રાજ્ય સરકાર 120 કરોડ ખર્ચ કરવાની છે.આ કરાર થકી ઉચ્ચ ગુણવત્તા વાળા હાર્ડવેર અને સોફટવેર મળશે તેમ જણાવ્યું હતું.

રાજ્યની 11 કોલેજમાં સીમેન્સ 12૦૦ કરોડ આપશે

રાજ્યની 11 કોલેજમાં સીમેન્સ 12૦૦ કરોડ આપશે

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની 11 કોલેજમાં સીમેન્સ 12૦૦ કરોડ આપનાર છે.આગામી બજેટમાં તકનીકી શિક્ષણ થકી રોજગારીનું સર્જન થાય તે માટેની યોજના અમલી બનાવી છે તેમ જણાવ્યું હતું.

English summary
gujarat, invest, saurabh patel, college, photos, news in gujarati, ગુજરાત, રોકાણ, સૌરભ પટેલ, કોલેજ, તસવીરો, ન્યૂઝ ઇન ગુજરાતી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X