For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોડનાનીની ફાંસી મુદ્દે SC પાસેથી માર્ગદર્શન મેળવશે SIT

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mayaben
અમદાવાદ, 19 મે: પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને અન્ય નવ લોકો માટે મોતની સજા માંગવા સંબંધમાં ગુજરાત સરકારના યૂ ટર્ન બાદ એસઆઇટીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પાસેથી માર્ગદર્શન મેળવવાનો નિર્ણય કર્યો છે. માયાબેન કોડનાની અને અન્ય નવ લોકોને વર્ષ 2002 દરમિયાન નરોડા પાટીયા રમખાણ કેસમાં દોષી ગણવામાં આવ્યાં હતા.

એસઆઇટીના એક શીર્ષ અધિકારીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં અમે સુપ્રીમ કોર્ટની વિશેષ પીઠ સમક્ષ અરજી દાખલ કરવા જઇ રહ્યાં છીએ જેમાં નરોડા પાટીયા કેસમાં અપીલ દાખલ કરવા સંબંધમાં ગુજરાત સરકારની પરવાનગી પરત લેવા અંગે જાણકારી આપવામાં આવશે. તે એક પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતા કે શું એસઆઇટીએ આ અંગે હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે કે નહી.

તેમને કહ્યું હતું કે અમે કોઇ યાચિકા દાખલ કરી રહ્યાં નથી કારણ કે અમે તો પક્ષકાર છીએ અને ના કે કેસમાં પ્રતિવાદી છીએ. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા અધિકારી છે માટે અમે એક આવેદન દાખલ કરીશું જેમાં આ મુદ્દે ન્યાયિક માર્ગદર્શન માંગીશું. એસઆઇટી અધિકારીએ કહ્યું હતું કે અમે ન્યાયમૂર્તિ પી સદાશિવમ, ન્યાયમૂર્તિ એમ. વાઇ. ઇકબાલ અને ન્યાયમૂર્તિ રંજના દેસાઇની વિશેષ પીઠ સમક્ષ આવેદન આપીશું.

દક્ષિણપંથી સમૂહોના નિશાન પર આવ્યા બાદ ગુજરાત સરકારે સોમવારે કહ્યું હતું કે તેમને પૂર્વ મંત્રી કોડનાની, બાબૂ બજરંગી અને અન્ય આઠ લોકોની મોતની સજાની માંગણી કરવાનો નિર્ણય રોકી લીધો છે. આ પહેલાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ દ્રારા નિમવામાં આવેલ એસઆઇટીને કોડનાની, બજરંગી અને અન્ય લોકોને મોતની સજા આપ્વાની માંગણીને લઇને હાઇકોર્ટમાં એક અપીલ દાખલ કરવા માટે પોતાની સહમતિ દર્શાવી હતી. કોડનાની, બજરંગી અને અન્યને નિચલી કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. રાજ્યના નાણામંત્રી અને પ્રવક્તા નિતિન પટેલે કહ્યું હતું કે તેમને ચૂકાદો રોકી રાખ્યો છે કારણ કે તેમને રાજ્યના એડવોકેટ જનરલની સલાહ લેવી છે.

નિતિન પટેલે કહ્યું હતું કે એડવોકેટ જનરલની સલાહ લીધા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા માયાબેન કોડનાનીને વિશેષ કોર્ટે ઓગષ્ટ 2012માં નરોડા પાટીયા કેસમાં 28 વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. આ રમખાણોમાં 96 લોકોના મોત નિપજ્યાં હતા. બજરંગ દળના કાર્યકર્તા બાબૂ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી જ્યારે અન્ય આઠ લોકોને 31-31 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. આ દોષીઓ માટે મોતની સજા માંગવા મોદી સરકારના નિર્ણયની દક્ષિણપંથી સમૂહોએ કડક ટીકા કરી હતી.

English summary
After a U-turn by the Gujarat government on the death penalty for Maya Kodnani and nine others, the SIT has decided to seek Supreme Court's guidance on the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X