For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ ગુજરાતમાં વરસાદ સાથે શરૂ થયો છે, જેના કારણે હવામાન એકદમ આહલાદક બની ગયું છે. આજે સવારે સમગ્ર રાજ્યમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે લોકોને ગરમી અને ભેજમાંથી રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ ગુજરાતમાં વરસાદ સાથે શરૂ થયો છે, જેના કારણે હવામાન એકદમ આહલાદક બની ગયું છે. આજે સવારે સમગ્ર રાજ્યમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે લોકોને ગરમી અને ભેજમાંથી રાહત મળી છે.

arrival of rain

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મંગળવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી હતી. IMDના લેટેસ્ટ અપડેટ મુજબ આગામી બે કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.

ઉમરગામ તાલુકામાં માત્ર આઠ કલાકમાં 12 ઈંચ વરસાદ

ઉમરગામ તાલુકામાં માત્ર આઠ કલાકમાં 12 ઈંચ વરસાદ

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં માત્ર આઠ કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ,સુરત, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારાકરવામાં આવી છે.

દિલ્હીમાં વરસાદ

દિલ્હીમાં વરસાદ

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારથી જ વરસાદ પડી રહ્યો હતો, વરસાદને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાઓ જામ થઈ ગઈ હતી, જ્યારે મુંબઈમાં ઘણા વિસ્તારોમાંપાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

માત્ર દિલ્હીમાં જ નહીં, મુંબઈમાં પણ વરસાદે મુશ્કેલીસર્જી છે. માયાનગરીમાં પણ મંગળવારથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આગામી બે કલાક દરમિયાન અહીં વરસાદ પડશે

આગામી બે કલાક દરમિયાન અહીં વરસાદ પડશે

IMD કહે છે કે, આગામી બે કલાક દરમિયાન દિલ્હી, NCR, ગુરુગ્રામ, માનેસર, ફરીદાબાદ, બલ્લબગઢ, તોશામ, ભિવાની, ઝજ્જર, નારનૌલ, મહેન્દ્રગઢ, કોસલીનાઅલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જે કારણે લોકોને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ જારી

ઓરેન્જ એલર્ટ જારી

કેરળના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે કર્ણાટક, તમિલનાડુમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસારચોમાસુ આ સમયે તેના છેલ્લા ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે અને તેના કારણે હવે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

સ્કાયમેટે ચેતવણી પણ આપી હતી

સ્કાયમેટે ચેતવણી પણ આપી હતી

સ્કાયમેટે જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ અનેકાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ ત્રિપુરા, ગુજરાત, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણામાં વરસાદનીસંભાવના છે.

English summary
The first day of September has started with rains in Gujarat, due to which the weather has become quite pleasant. It has started raining slowly across the state this morning,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X