For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના વ્યવસાયકારો બનશે આર્થિક રીતે આત્મનિર્ભર, જાણો સરકારની જાહેરાત

રાજ્ય સરકારના મંત્રી પ્રદિપ પરમાર દ્વારા રાજ્યની વિકસતી જાતિના નાગરિકો માટે અમલી માનવ ગરિમા યોજના અંતર્ગત કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરાયો હતો.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારના મંત્રી પ્રદિપ પરમાર દ્વારા રાજ્યની વિકસતી જાતિના નાગરિકો માટે અમલી માનવ ગરિમા યોજના અંતર્ગત કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરાયો હતો. રાજ્યના 13,180 લાભાર્થીઓને વિવિધ ટૂલ કિટ્સ માટે રૂપિયા 28.55 કરોડના લાભોથી લાભાવિંત કરાયા હતા. માનવ ગરિમા યોજના હેઠળ કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદ થયેલા લાભાર્થીઓને ટૂલ કીટ્સ અપાશે.

cm

રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોના સશક્તિકરણ માટે વિનામુલ્યે વિવિધ ટૂલ કિટ્સ આપવા માટે અમલી બનાવાયેલી માનવ ગરિમા યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપ પરમાર દ્વારા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ડ્રો થકી 13 હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા 28.55 કરોડના લાભોથી લાભાવિંત કરવામાં આવ્યા છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદિપ પરમારે ઓનલાઇન ડ્રો પ્રસંગે જણાવ્યુ હતું કે, મહાનગરોથી માંડીને ગ્રામિણ વિસ્તારના છેવાડાના નાગરિકોને પણ રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને ત્વરિત મળે તે ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાયના અભિગમ સાથે ટીમ ગુજરાત સતત કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોને વધુ સશક્ત બનાવવા માટે માનવ ગરીમા યોજના રાજ્યમાં અમલી બનાવાઇ છે. જેનો લાભ મેળવી લાભાર્થીઓ સ્વયં નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બની શકશે. એટલુ જ નહીં, તેઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી આઝાદી કા અમૃત મહોત્સવને દિપાવશે.

મંત્રી પરમારે ઉમેર્યુ હતું કે, માનવ ગરિમા યોજના અંતર્ગત દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી, પંચર કીટ, બ્યુટી પાર્લર, મોબાઇલ રિપેરિંગ જેવા કુલ - 25 ટ્રેડના સાધનો (ટૂલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. ચાલુ વર્ષ 2022-23 માં કુલ 13,180 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે કુલ 74,374 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ મંજૂર થયેલી અરજીઓમાંથી આજે કુલ 13,180 લાભાર્થીઓને ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદ કરવામાં આવ્યા છે. આજે થયેલા કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને આગામી સમયમાં માનવ ગરિમા યોજના હેઠળ નક્કી થયેલા ટ્રેડના સાધનો (ટૂલ કીટ્સ) રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

English summary
Small businessmen will become financially atmanirbhar, government announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X