For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાસૂસી મામલામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે FIR

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જાન્યુઆરી: ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માએ જાસૂસી મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેઓ ફોન ટેપિંગ મામલે કેસ નોંધાવા ગયા હતા તો સ્ટેશન ઇન્ચાર્જે કેસ નોંધવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે જણાવ્યું કે મે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો હવાલો આપ્યો, તેમ છતા અત્રે કેસ નોંધવાનો ઇનકાર કરી દીધો. તેમણે મારી ફરિયાદ લીધી છે અને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ કરીશું. મેં ડીએસપીની પાસે જઇશ અને કહીશ કે તેઓ પોતાના પદનો ઉપયોગ કરો અને કેસ રજિસ્ટર કરો.

જ્યારે ગાંધીનગરના સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન ભરવાડનું કહેવું છે કે જો કોર્ટ અને સરકારે તપાસ કમિશન બેસાડ્યું છે તો શું તેની પર કેસ દાખલ થવો જોઇએ. તેમણે ખોટા દસ્તાવેજ બનાવીને કામ કરવા માટે ફરિયાદ નોંધાવી છે. ગુલેલની સીડી બતાવીને કેસ નોંધાવવા આવ્યા હતા. પાંચ લોકોની વિરુધ્ધ ફરિયાદ કરી છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, એ.કે શર્મા, વૈષ્ણવ સાહેબની વિરુધ્ધ ફરિયાદ કરી છે.

amit shah
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માએ આરોપ લગાવ્યો હતો કે મોદીના ઇશારા પર જ યુવતીની મોબાઇલ વાતચીતને રેકોર્ડ કરી હતી. પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર તેમને ભ્રષ્ટાચારના ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોબરા પોસ્ટ અને ગુલેલે જે સીડી બહાર પાડી હતી તેમાં અમિત શાહ એવું કહેતા સંભળાઇ રહ્યા હતા કે જે રીતે વણજારાને જેલ હવાલે કર્યા છે, તે જ રીતે પ્રદીપ શર્માને પણ જેલભેગા કરવાના છે. આને આધારે જ શર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ એ જ વાતચીત છે જેના દ્વારા મોદી સરકાર પર એક મહિલાની જાસૂસી કરવાનો આરોપ લાગી રહ્યો છે. આ વાતચીતમાં અમિત શાહ એક મહિલાનો ફોન ટેપ કરીને તેની પળેપળની ખબર રાખવાનું જણાવી રહ્યા છે.

English summary
Snooping case: Suspended IPS Officer Pradeep Sharma filed FIR against Narendra Modi and Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X