For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ વિશેષ કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે પુરાવાના અભાવે વિશેષ સીબીઆઈ અદાલતે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે સીબીઆઈની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવતા સીબીઆઈ જજે કહ્યુ કે ષડયંત્ર અને હત્યા સાબિત કરવા માટે હાજર સાક્ષી અને પુરાવા સંતોષજનક નથી. અદાલતે એ પણ જોયુ કે પરિસ્થિતિ સંબંધી પુરાવા પણ પૂરતા નથી. જજે કહ્યુ કે તુલસીરામ પ્રજાપતિની હત્યાના ષડયંત્રનો આરોપ સાચો નથી. પુરાવાના અભાવે વિશેષ સીબીઆઈ અદાલતે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

Sohrabuddin Sheikh

કોર્ટે કહ્યુ કે સરકારી મશીનરી અને પ્રોસિક્યુટરે ઘણા પ્રયાસ કર્યા, 210 સાક્ષીઓ લાવવામાં આવ્યા પરંતુ સંતોષકારક પુરાવા મળ્યા નહિ અને સાક્ષીઓ પોતાના નિવેદનોમાંથી પલટી ગયા. જો સાક્ષીઓ ન બોલે તો પ્રોસિક્યુટરની કોઈ ભૂલ નથી. વર્ષ 2005ના આ એન્કાઉન્ટર કેસમાં 22 આરોપી કેસનો સામનો કરી રહ્યા છે, જેમાં મોટાભાગના પોલિસકર્મીઓ હતા. આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુટરના 92 સ્ક્ષીઓ પોતાના નિવેદનોમાંથી પલટી ગયા. વિશેષ ન્યાયાધીશ એસજે શર્માએ અંતિમ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ કેસમાં ગુજરાત અને રાજસ્થાનના ઘણમા પોલિસ અધિકારીઓ શામેલ છે. આ કેસમાં પ્રોસિક્યુટરનો આરોપ હતો કે સોહરાબુદ્દીનનો સંબંધ આતંકવાદી સંગઠન સાથે હતો અને તે ગુજરાતના કોઈ મોટા નેતાની હત્યાનું ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કુલ 37 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જ્યારે 2014માં 16 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. જેમને નિર્દોષ છોડી મૂકાયા તેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ (તત્કાલિન ગૃહમંત્રી, ગુજરાત), પોલિસ અધિકારી ડી જી વણઝારા પણ શામેલ છે. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસને મુંબઈ શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર IPS રજનિશ રાય સસ્પેન્ડઆ પણ વાંચોઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર IPS રજનિશ રાય સસ્પેન્ડ

English summary
Sohrabuddin Sheikh case: All 22 accused acquitted by Special CBI Court in Mumbai due to lack of evidence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X