For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન કેસમાં હત્યારાઓને નહિ, નેતાઓને ફસાવવા ઈચ્છતી હતી CBI: કોર્ટ

કોર્ટે આ કેસમાં સીબીઆઈની તપાસ પર મોટી ટિપ્પણી કરતા કહ્યુ છે કે અથડામણની તપાસ સમજી વિચારેલી રણનીતિ હેઠળ નેતાઓને ફસાવવા માટે કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. સ્પેશિયલ સીબીઆઈ અદાલતે આ કેસમાં બધા 22 આરોપીઓને છોડી મૂક્યા હતા. કોર્ટે આ મામલે રજૂ કરેલા દસ્તાવેજોને સંતોષપૂર્ણ ન ગણાવતા કહ્યુ કે આને ષડયંત્ર અને હત્યા ગણવા માટે પૂરતા પુરાવા નથી. કોર્ટે આ કેસમાં સીબીઆઈની તપાસ પર મોટી ટિપ્પણી કરતા કહ્યુ છે કે અથડામણની તપાસ સમજી વિચારેલી રણનીતિ હેઠળ નેતાઓને ફસાવવા માટે કરવામાં આવી હતી.

‘સીબીઆઈ પાસે પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત અને પટકશા હતી'

‘સીબીઆઈ પાસે પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત અને પટકશા હતી'

વિશેષ કોર્ટના જજ એસ જે શર્માએ આ મામલે 22 આરોપીઓને છોડી મકતા 350 પાનાંના ચૂકાદામાં આ ટિપ્પણી કરી છે. જજે કહ્યુ, ‘મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે સીબીઆઈ જેવી મોટી તપાસ એજન્સી પાસે એક પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત અને પટકથા હતી જેનો ઈરાદો નેતાઓને ફસાવવાનો હતો.'

‘સત્ય સામે લાવવાના બદલે અમુક વસ્તુઓ પર કામ કર્યુ'

‘સત્ય સામે લાવવાના બદલે અમુક વસ્તુઓ પર કામ કર્યુ'

ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે સીબીઆઈ દ્વારા મામલાની તપાસ દરમિયાન સત્ય સામે લાવવાના બદલે અમુક વસ્તુઓ પર કામ કરવામાં આવી રહ્યુ હતુ. આનાથી સ્પષ્ટ થાય છે કે સીબીઆઈ પહેલેથી સમજી વિચારેલી રણનીતિ અને પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટને સાચી સાબિત કરવા ઈચ્છતી હતી. સીબીઆઈ કાયદા મુજબ તપાસ ન કરીને પોતાના લક્ષ્યને મેળવવા માટે કામ કરી રહી હતી.

‘રાજનીતિથી પ્રેરિત હતી તપાસ'

‘રાજનીતિથી પ્રેરિત હતી તપાસ'

કોર્ટે કહ્યુ કે પોલિસ ટીમે ત્રણ લોકોનું અપહરણ કર્યુ તેના કોઈ પુરાવા નથી. સીબીઆઈ પણ સાબિત કરવામાં નિષ્ફળ રહી કે કથિત ઘટના સમયે આરોપી પોલિસકર્મીઓ હાજર હતા. કોર્ટે કહ્યુ છે કે ઘણા સાક્ષીઓ કોર્ટમાં તૂટી ગયા હતા અને તેમણે કહ્યુ કે સીબીઆઈએ તેમના પર દબાણ કર્યુ હતુ. જજ એસ જે શર્માએ કહ્યુ કે તેમના પૂર્વાધિકારી (જજ એમબી ગોસ્વામી) એ આરોપી સંખ્યા 16 ભાજપ અધ્યક્ષ અમિત શાહને છોડી મૂકવાનો આદેશ આપતા કહ્યુ હતુ કે આ તપાસ રાજનીતિથી પ્રેરિત હતી.

નેતાઓને ફસાવવા માટે તૈયાર કરી સ્ક્રિપ્ટ સાચી સાબિત કરવા ઈચ્છતી હતી સીબીઆઈ

નેતાઓને ફસાવવા માટે તૈયાર કરી સ્ક્રિપ્ટ સાચી સાબિત કરવા ઈચ્છતી હતી સીબીઆઈ

ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યુ કે સમગ્ર તપાસનું લક્ષ્ય એ મુકામ પર પહોંચવા માટે એક સ્ક્રિપ્ટ પર કામ કરવાનું હતુ. નેતાઓને ફસાવવા માટે સીબીઆઈના સાક્ષીઓ રચ્યા અને આરોપપત્રમાં સાક્ષીઓના નિવેદન નોંધ્યા. સ્પેશિયલ કોર્ટે ચુકાદામાં કહ્યુ છે કે સીબીઆઈએ અફડાતફડીમાં તપાસ પૂરી કરી અને બેદરકારી દાખવી. અદાલતે ચુકાદામાં કહ્યુ છે કે ત્રણ લોકોના મરવાનું દુખ છે કે તેના માટે સજા ન મળી શકી પરંતુ કોર્ટ પાસે આરોપીઓને છોડી મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કરાવી શકે છે પાકમાં વધુ એક સર્જીકલ સ્ટ્રાઈકઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કરાવી શકે છે પાકમાં વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક

English summary
sohrabuddin encounter: cbi wanted to implicates leaders in this case, says special court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X