For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર ન કરતા તો પાકિસ્તાન મોદીની હત્યા કરાવી દેતઃ વણઝારા

રિટાયર્ડ આઈપીએસ ઓફિસર ડીજી વણઝારાએ શુક્રવારે કહ્યુ કે જો સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરમાં માર્યો ના ગયો હોત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રમાં પાકિસ્તાન સફળ થઈ જાત.

|
Google Oneindia Gujarati News

રિટાયર્ડ આઈપીએસ ઓફિસર ડીજી વણઝારાએ શુક્રવારે કહ્યુ કે જો સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરમાં માર્યો ના ગયો હોત તો તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રમાં પાકિસ્તાન સફળ થઈ જાત. તેમણે કહ્યુ કે કદાચ રાજ્યમાં તે વખતે કાશ્મીર જેવી સ્થિતિ પણ પેદા થઈ શકતી હતી. વણઝારાનું આ નિવેદન આ સમયે આવ્યુ જ્યારે શુક્રવારે મુંબઈ સીબીઆઈની વિશેષ અદાલતે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ચુકાદો સંભળાવીને બધા 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે. આમાંથી મોટાભાગના ગુજરાત અને રાજસ્થાન પોલિસના અધિકારી શામેલ હતા.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બધા પાકિસ્તાન સ્પોન્સર હતા...

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બધા પાકિસ્તાન સ્પોન્સર હતા...

વણઝારાએ કહ્યુ, ‘સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બધા 22 આરોપી પોલિસ અધિકારીઓને નિર્દોષ ગણાવનાર સીબીઆઈ અદાલતે પોતાના ચુકાદામાં માત્ર એ જ દાવાઓની પુષ્ટ કરી છે જે હું શરૂઆતથી જ કહેતો આવી રહ્યો હતો. આમાંથી કોઈ પણ એન્કાઉન્ટર પૂર્વનિયોજિત નહોતુ. વણઝારાએ એક વાર ફરીથી જોર આપીને કહ્યુ કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બધા લોકો પાકિસ્તાની સ્પોન્સર હતા જે મોદીની હત્યા કરવા માટે ગુજરાત આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2005માં 21થી 30 નવેમ્બર વચ્ચે સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને તેના સહયોગી તુલસીરામ પ્રજાપતિની હત્યા કરી દેવામાં આવી હતી.'

વણઝારાને બનાવવામાં આવ્યા મુખ્ય આરોપી

વણઝારાને બનાવવામાં આવ્યા મુખ્ય આરોપી

વણઝારાને શરૂઆતમાં સૌહરાબુદ્દીન-કૌસરબીના એન્કાઉન્ટર મામલે મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા જેમની સામે નકલી એન્કાઉન્ટરનો કેસ ચાલી રહ્યો હતો. ત્રણ વર્ષ પહેલા સીબીઆઈ કોર્ટે વણઝારાને ઈમાનદાર પોલિસ ઓફિસર ગણાવીને કહ્યુ હતુ કે અમુક દેશવિરોધી તત્વોએ મળીને સાચી અથડામણને નકલી એન્કાઉન્ટરમાં બદલી દીધી અને ઈમાનદાર પોલિસ અધિકારીઓને હેરાન કર્યા.

અમિત શાહ સહિત 38 લોકોને બનાવાયા હતા આરોપી

અમિત શાહ સહિત 38 લોકોને બનાવાયા હતા આરોપી

વણઝારાએ દાવો કર્યો કે ‘ગુજરાત પોલિસને પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમ વિશે સટીક જાણકારી હતી અને તેમણે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તત્કાલિન મુખ્યમંત્રીના જીવનની રક્ષા કરવાનું કામ કર્યુ જે સતત જોખમમાં હતા.' તમને જણાવી દઈએ કે સીબીઆઈના આ કેસમાં અમિત શાહ અને ગુજરાત પોલિસ અધિકારી અભય ચુડાસમા, રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, પૂર્વ ગુજરાત પોલિસ ચીફ પીસી પાંડે અને સીનિયર પોલિસ ઓફિસર ગીતા જોહરી જેવા લોકોના નામ પણ શામેલ કરવામાં આવ્યા હતા. જો કે 2014ની સુનાવણીમાં કોર્ટે 38માંથી 16 લોકોને છોડી મૂક્યા હતા. જેમાં અમિત શાહ જેવા નેતાઓ અને અન્ય પોલિસ અધિકારીઓને નિર્દોષ ગણાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ રાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફઆ પણ વાંચોઃ રાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફ

English summary
Sohrabuddin encounter was necessary to save PM Modi's life: DG Vanzara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X