For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એનકાઉન્ટરઃ CBIનો દાવો, IPS અધિકારીએ દસ્તાવેજ નષ્ટ કર્યા

સોહરાબુદ્દીન કેસઃ CBIનો દાવો, IPS ઑફિસરે દસ્તાવેજ નષ્ટ કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં જે પોલીસ અધિકારી પર શોહરાબુદ્દીનને ગોળી મારવાનો કેસ ચાલી રહ્યો છે, તેમનું કહેવું છે કે આ મામલાની તપાસ અનુમાન, અટકળો, કપ્લના અને પરિકલ્પનાના આધારે ન થઈ શકે. કોર્ટમાં પોતાના વકીલ દ્વારા પોલીસ અધિકારીએ દાવો કર્યો કે એમની વિરુદ્ધ કોઈપણ પ્રકારના સબૂત નથી, ત્યારે આ કેસની તપાસ માત્ર કલ્પના આધારે ન થઈ શકે. જ્યારે સીબીઆઈએ રાજસ્થા પોલીસના અધિકારી અબ્દુલ રહમાનના દાવાને ફગાવી દીધો.

અબ્લુદ રહમાને ગોળી ચલાવી

અબ્લુદ રહમાને ગોળી ચલાવી

સીબીઆઈનું કહેવું છે કે સોહરાબુદ્દીન પર અબ્લુદ રહમાને ગોળી ચલાવી હતી અને બાદમાં તેમણે આ મામલો દાખલ કરાવ્યો હતો, જેના આધાર પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. પરંતુ સીબીઆઈના આ દાવાને રહેમાને ફગાવી દીધો છે. સીબીઆઈની વિશેષ અદાલતમાં સોહરાબુદ્દીન મામલાની અંતિમ તબક્કાની સુનાવણીમાં રહેમાને સીબીઆઈનો દાવો ફગાવી દીધો છે. રહમાને પાછલા અઠવાડિયે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે તેમણે કોઈપણ પ્રકારની એફઆઈઆર નોંધાવી નથી.

તુલસીરામ પ્રજાપતિએ હુમલો કર્યો હતો?

તુલસીરામ પ્રજાપતિએ હુમલો કર્યો હતો?

રહેમાને કહ્યું કે મારા પર લોકોનું દબાણ હતું કે હું એફઆઈઆર યોગ્ય હોય તેમ કહું. જ્યારે આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનના ગનમેનનું કહેવું છે કે જે વ્યક્તિ પોતાના વરિષ્ઠના આદેશ વિના એક પગલું આગળ નથી વધી શકતો, તેને જાણીજોઈને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ તુલસી પ્રજાપતિ એનકાઉન્ટર મામલામાં આશીષ પાંડ્યાને સીબીઆઈએ આરોપી બનાવ્યો છે. આશીષ પાંડ્યાના વકીલનું કહેવું છે કે ખુદનો જીવ બચાવવા માટે ગોળી ચલાવી હતી. એમણે કહ્યું કે તુલસીરામ પ્રજાપતિએ બે વાર હુમલો કર્યો હતો.

ડીઝી વણઝારાએ વિપુલ અગ્રવાલને કહ્યું કે...

ડીઝી વણઝારાએ વિપુલ અગ્રવાલને કહ્યું કે...

પાંડ્યાના વકીલે કહ્યું કે તુલસીરામ પ્રજાપતિના શરીરમાં ત્રણ ગોળી લાગી હતી, પરંતુ હજુ સુધી એ સાબિત નથી થઈ શક્યું કે શું પ્રજાપતિનું મૃત્યુ પાંડ્યાની ગોળી લાગવાથી થઈ છે. એટલું જ નહિ આ એનકાઉન્ટરમાં પાંડ્યાના ડાબા હાથમાં પણ ગોળી લાગી હતી. જેને પણ હજુ સુધી સાબિત નથી કરી શકાયું કે આ ગોળી ખુદે મારી છે કે ખરેખર તુલસી પ્રજાપતિએ મારી હતી. જો કે સીબીઆઈનું કહેવું છે કે તત્કાલિન ગુજરાત એટીએસ ચીફ ડીજી વણઝારાએ આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલને આદેશ આપ્યો હતો કે તેઓ પાંડ્યાને સમન કરે કે આખરે રજા પર હોવા છતાં તેમણે તુલસીરામ પ્રજાપતિનું એનકાઉન્ટર કેવી રીતે કર્યું હતું. જ્યારે પાંડ્યાનું કહેવું છે કે તુલસીરામ પ્રજાપતિની હત્યાના ષડયંત્રમાં આરોપી પણ સામેલ હોય તે સાબિત થઈ શકે તેવાં કોઈ સબૂત નથી.

સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, CBIએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યુંસોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, CBIએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું

English summary
Sohrabuddin Shaikh encounter: IPS officer destroyed leave records says CBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X